Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh Don 3| રણવીર સિંહે કેમ છોડી ફરહાન અખ્તરની ‘ડોન 3’? આખરે અસલ કારણ સામે આવ્યું, ફેન્સને લાગ્યો આંચકો!

Ranveer Singh Don 3| રણવીરને ફિલ્મમાં 'અપશબ્દો અને હિંસા' જોઈતી હતી, પણ ફરહાન અખ્તર મચક આપવા તૈયાર નહોતા; સર્જનાત્મક મતભેદોને કારણે લીધો મોટો નિર્ણય

Ranveer Singh Don 3| રણવીર સિંહે કેમ છોડી ફરહાન અખ્તરની 'ડોન 3'? આખરે અસલ કારણ સામે આવ્યું, ફેન્સને લાગ્યો આંચકો!

Ranveer Singh Don 3| રણવીર સિંહે કેમ છોડી ફરહાન અખ્તરની 'ડોન 3'? આખરે અસલ કારણ સામે આવ્યું, ફેન્સને લાગ્યો આંચકો!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ranveer Singh Don 3| બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મ ‘ધુરંધર’ ની સફળતાના સાતમા આસમાને છે. જોકે, ચાહકો તે સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે તેણે ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન 3’ છોડવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શિડ્યુલને કારણે આ બન્યું છે, પરંતુ હવે આ ફિલ્મ છોડવા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે.

હિંસક ભાષા અને પાત્રને લઈને વિવાદ

મીડિયા રિપોર્ટ મુજબ, રણવીર સિંહ ઈચ્છતો હતો કે ‘ડોન 3’ નું પાત્ર આજના સમય મુજબ વધુ હિંસક હોય અને તેમાં ‘અપશબ્દો’ નો ઉપયોગ કરવામાં આવે. રણવીરનું માનવું હતું કે અત્યારની પ્રેક્ષકો આવી હિંસા પસંદ કરે છે. જોકે, ફરહાન અખ્તર આ માટે બિલકુલ તૈયાર નહોતા. ફરહાનનું કહેવું હતું કે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની ‘ડોન’ માં ક્યારેય અપશબ્દોનો ઉપયોગ થયો નથી, તેથી તેઓ આ ફ્રેન્ચાઈઝીની ગરિમા જાળવી રાખવા માંગતા હતા.

40 કરોડના વળતરની ચર્ચાઓ

રણવીર સિંહે 2025માં જ્યારે આ ફિલ્મ છોડી ત્યારે વિવાદ જાહેર થયો હતો. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) એ પ્રી-પ્રોડક્શન ખર્ચ અને શિડ્યુલ ફેરફારને કારણે થયેલા નુકસાનના વળતર તરીકે 40 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીર સિંહ આ રકમનો એક હિસ્સો પરત કરવા માટે પણ સહમત થયો છે, જેથી પ્રોડક્શન હાઉસને થયેલ નુકસાનની ભરપાઈ થઈ શકે.

ફરહાન અખ્તરની પ્રતિક્રિયા

આ સમગ્ર વિવાદ પર ફરહાન અખ્તરે પણ મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ મેકિંગમાં ગમે ત્યારે કંઈ પણ અણધાર્યું બની શકે છે. ફરહાન પોતાની મૂળ સ્ક્રિપ્ટ અને પાત્રની ગરિમા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માંગતા નહોતા. રણવીરના એક્ઝિટ બાદ હવે ‘ડોન 3’ માં નવો ચહેરો કોણ હશે, તે જોવું રસપ્રદ રહેશે.

👉 આ સમાચાર વાચો:
Bhandup Fire News| ભાંડુપ વિલેજ રોડ પર ભીષણ આગથી અફરાતફરી રહેણાંક વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, ફાયર બ્રિગેડે મોટું નુકસાન અટકાવ્યું

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version