Site icon

બર્થડે સ્પેશિયલ: હંમેશા સફેદ કપડા જ કેમ પહેરે છે જીતેન્દ્ર? ખુલી ગયું રહસ્ય

હિન્દી સિનેમામાં જમ્પિંગ જેક તરીકે જાણીતા એક્ટર જીતેન્દ્ર આજે 81 વર્ષના થઈ ગયા છે. આજે તેમના જન્મદિવસ પર જાણીએ કેમ તેઓ સફેદ કલર ના કપડાં પહેરવાનું પસંદ કરે છે.

why does jeetendra always wear white clothes secret revealed

બર્થડે સ્પેશિયલ: હંમેશા સફેદ કપડા જ કેમ પહેરે છે જીતેન્દ્ર? ખુલી ગયું રહસ્ય

News Continuous Bureau | Mumbai

જીતેન્દ્ર બોલિવૂડના પીઢ કલાકારોમાંથી એક છે. એક સમય હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તેનો સિક્કો ચાલતો હતો. સમાચારને આગળ લઈ જતા પહેલા તમને જણાવી દઈએ કે આજે અભિનેતાનો જન્મદિવસ છે, જે તેના ચાહકો માટે ખાસ છે. અભિનેતાને ‘જમ્પિંગ જેક’ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જેનો જાદુ આજે પણ બરકરાર છે. 7 એપ્રિલ, 1942માં જીતેન્દ્રનો જન્મ પંજાબી ખત્રી પરિવારમાં થયો છે. નાનપણમાં જીતેન્દ્રનું નામ રવિ કપૂર હતું. રવિ કપૂરના પિતા અમરનાથ કપૂર બોલિવૂડમાં ઇમિટેશન જ્વેલરી સપ્લાયનો બિઝનેસ કરતા હતા, જ્યારે માતા ક્રિશ્ના કપૂર હાઉસવાઇફ હતાં.

Join Our WhatsApp Community

 

સફેદ રંગ સાથે જીતેન્દ્રનું જોડાણ 

તમને જણાવી દઈએ કે એક્ટર જીતેન્દ્ર આ ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. પરંતુ તેની ફિટનેસને લઈને પણ ઘણી વાતો ફેમસ છે. વાસ્તવમાં, અભિનેતાનું માનવું છે કે સફેદ રંગ પહેરવાથી વ્યક્તિ ફિટ દેખાય છે. બીજી તરફ, હળવા રંગના પોશાક પહેરવાથી વ્યક્તિ જુવાન દેખાય છે. આ જ કારણ છે કે તેઓ મોટાભાગે સફેદ કે આછા રંગના કપડાંમાં જોવા મળે છે. જો કે, પોતાને ફિટ રાખવા માટે, અભિનેતા હજી પણ સખત મહેનત કરે છે.

 

ભગવાન માં આસ્થા રાખે છે જીતેન્દ્ર નો પરિવાર 

જાણકારી માટે તમને જણાવી દઈએ કે અભિનેતાને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. જ્યારે તેઓ ઈન્ડસ્ટ્રીમાં નહોતા ત્યારથી પૂજા પાઠ સાથે જોડાયેલા છે. તેણે પોતાના બંને બાળકો તુષાર કપૂર અને એકતા કપૂરને પણ આવું શિક્ષણ આપ્યું છે, જે કોઈ ખાસ પ્રસંગે જોવા મળે છે. અભિનેતાના બાળકો મોટાભાગે યાત્રાધામો પર જોવા મળે છે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version