Site icon

20 વર્ષ પહેલા કેમ તૂટી હતી અભિષેક-કરિશ્મા ની સગાઈ? બોલિવૂડના આ દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શકે જણાવી હકીકત

karisma kapoor abhishek bachchan broke engagement

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સની લવ લાઈફના કિસ્સાઓ રોજેરોજ હેડલાઈન્સ બનાવતા રહે છે. બી-ટાઉનના કોરિડોરમાં સંબંધો બાંધવા અને તૂટવા સામાન્ય વાત છે. પરંતુ, ઘણી વખત તેમના સંબંધો બગડવાનું કારણ જાણી શકાતું નથી. આવો જ એક સંબંધ અભિષેક બચ્ચન ( abhishek bachchan ) અને કરિશ્મા કપૂરનો ( karisma kapoor ) હતો. બંને એકબીજાને ડેટ કરતા હતા. વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. બંનેએ સગાઈ ( engagement ) પણ કરી લીધી હતી. પણ પછી… અચાનક તેમના રસ્તાઓ અલગ થઈ ગયા. હવે વર્ષો પછી તેમના અલગ ( broke ) થવાનું કારણ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

ફિલ્મ નિર્દેશક સુનીલ દર્શને પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિષેક ( abhishek bachchan ) અને કરિશ્મા ( karisma kapoor ) વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. પોતાની વાતની શરૂઆત કરતાં તેમણે કહ્યું, ‘અભિષેક અને કરિશ્મા, બંને સારા માણસ છે, પરંતુ કદાચ કુદરતને તેમનું સાથે હોવું મંજૂર નહોતું. તેમને જોઈને હું સમજી ગયો કે બંને એકબીજા માટે નથી બન્યા. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જણાવી દઈએ કે સુનીલે અભિષેક અને કરિશ્મા સાથે ફિલ્મ ‘હાં મેંને ભી પ્યાર કિયા’માં કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેક અને કરિશ્મા એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સુનીલ દર્શને કહ્યું કે, ‘અભિષેક અને કરિશ્માનો સંબંધ કોઈ અફવા નથી પરંતુ સંપૂર્ણ રીતે સાચો હતો. બંને એકબીજાની ખૂબ જ નજીક હતા અને લગ્ન પણ કરવાના હતા. મેં પોતે કરિશ્મા-અભિષેકની સગાઈના ( engagement )  ફંક્શનમાં હાજરી આપી હતી. પરંતુ લગ્ન પહેલા જ તેમનો સંબંધ તૂટી ( broke  ) ગયો હતો.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ

સુનીલ દર્શને વધુ માં જણાવ્યું કે, ‘અભિષેક ( abhishek bachchan ) અને કરિશ્મા ( karisma kapoor )  એકબીજા માટે પરફેક્ટ ન હતા. બંને વચ્ચે ઘણા મતભેદો હતા. બંને વચ્ચે હંમેશા તકરાર ચાલતી હતી. બંનેને જોઈને મને ઘણી વાર લાગતું કે શું આ બંને સાથે રહી શકશે? જોકે અભિષેક ખૂબ જ ક્યૂટ છે અને કરિશ્મા પણ સારી વ્યક્તિ છે. પરંતુ, કેટલીક બાબતો માત્ર નસીબ દ્વારા નક્કી કરવામાં આવે છે. નિયતિને આ સંબંધ મંજૂર નહોતો. જણાવી દઈએ કે અભિષેક અને કરિશ્માએ બિગ બીના 60માં જન્મદિવસ પર તેમની સગાઈની જાહેરાત કરી હતી, પરંતુ થોડા જ મહિનામાં આ સંબંધ તૂટી ગયો હતો.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version