News Continuous Bureau | Mumbai
Bollywood stars: આમિર ખાન નો ભાણો અને બોલીવુડ અભિનેતા ઈમરાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટને તાજેતરમાં જ મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાં ફિલ્મ મેકર કરણ જોહર પાસેથી ત્રણ વર્ષ માટે 9 લાખના માસિક ભાડા પર એક ફ્લેટ લીઝ પર લીધો હતો.માત્ર ઇમરાન ખાન જ નહીં પરંતુ કાર્તિક આર્યન, વિકી કૌશલ,કેટરિના કૈફ, કૃતિ સેનન, માધુરી દીક્ષિત જેવા ઘણા કલાકારો છે જેમણે ભાડે એપાર્ટમેન્ટ્સ લીધા છે. બીજી તરફ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા કલાકારો પણ છે જેઓ મુંબઈ માં પોતાના માટે આલીશાન ઘર ખરીદ્યા છે અને તેમાં તેઓ રહે પણ છે.
કેમ બોલિવૂડ ના કલાકારો ભાડે ઘર લે છે
એક રિયલ એસ્ટેટ કંપની ના સહ-સ્થાપક એ મીડિયા ને જણાવ્યું હતું કે, ‘બોલિવૂડની ઘણી હસ્તીઓ પ્રીમિયમ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ્સ પસંદ કરે છે જે તેમની પસંદગીના સ્થળે વેચાણ માટે સરળતાથી ઉપલબ્ધ હોતા નથી.તેઓ પહેલા ફ્લેટ લીઝ પર લેવાનું પસંદ કરે છે પરંતુ યોગ્ય ફિટ માટે શોધ કરતા રહે છે. એકવાર તેઓને તેમની પસંદગીનું એપાર્ટમેન્ટ મળી જાય, તેઓ આખરે તેને ખરીદે છે. એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જેમાં નવા આવનારાઓ પ્રથમ ભાડા પર ઘર લેવાનું નક્કી કરે છે કારણ કે તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં એપાર્ટમેન્ટ અફોર્ડ કરી શકતા નથી. આ ઉપરાંત, તેમની કમાણી નિયમિત નથી હોતી અને તેઓ નિયમિત EMI ભરવાનું પસંદ કરી શકતા નથી.’
આ સમાચાર પણ વાંચો : Hrithik roshan: સૌતન બની સહેલી! રિતિક રોશન ની એક્સ વાઈફ સુઝેન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ પાર્ટી માં એકબીજા સાથે આપ્યો આ રીતે પોઝ, તસવીર થઇ વાયરલ
પ્રોપર્ટી બ્રોકર્સ જણાવે છે કે જ્યારે કેટલાક સ્થાપિત બોલિવૂડ સ્ટાર્સ મુંબઈના પોશ એરિયા માં અદભૂત પ્રોપર્ટી ધરાવે છે, ત્યારે કેટલાક આવનારા કલાકારો કે જેઓ મુંબઈમાં કામ કરવા આવે છે, તેઓ પ્રોપર્ટી ખરીદવા માટે ઉતાવળ કરતા નથી. તેઓ શરૂઆતમાં ભાડા પર મિલકત લે છે.