Site icon

Akshaye Khanna Dhurandhar 2: ‘ધુરંધર 2’ ની રિલીઝ પહેલા મોટો ખુલાસો! અક્ષય ખન્નાનું ‘રહેમાન ડકૈત’ નું પાત્ર ફિલ્મમાં હશે કે નહીં? રહસ્ય પરથી આખરે ઉઠ્યો પડદો

Akshaye Khanna Dhurandhar 2: આદિત્ય ધરની ફિલ્મમાં અર્જુન રામપાલ મુખ્ય વિલન, પણ શું રહેમાન ડકૈત ફ્લેશબેકમાં જોવા મળશે? જાણો લેટેસ્ટ અપડેટ્સ

Will Akshaye Khanna appear in Dhurandhar 2? The Truth About 'Rehman Dakait' Revealed Before Release

Will Akshaye Khanna appear in Dhurandhar 2? The Truth About 'Rehman Dakait' Revealed Before Release

News Continuous Bureau | Mumbai

Akshaye Khanna Dhurandhar 2:  ગયા વર્ષે રિલીઝ થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ માં રણવીર સિંહ લીડ રોલમાં હતો, પરંતુ સૌથી વધુ ચર્ચા વિલન ‘રહેમાન ડકૈત’ બનેલા અક્ષય ખન્નાની  થઈ હતી. લ્યારી ગેંગના સરગના તરીકે અક્ષય ખન્નાએ એવો જાદુ ચલાવ્યો હતો કે લોકો તેના દીવાના બની ગયા હતા. હવે જ્યારે ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે, ત્યારે ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું અક્ષય ખન્ના આ પાર્ટમાં જોવા મળશે? કારણ કે પ્રથમ ભાગના ક્લાઈમેક્સમાં રહેમાન ડકૈતનું મોત થઈ ગયું હતું.’ધુરંધર 2′ ની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં રહેમાન ડકૈતનો અંત આવ્યો હતો. એટલે કે બીજા ભાગમાં લ્યારી પર હમઝા (રણવીર સિંહ) નો કબજો હશે. ટ્રેલરમાં તેની ઝલક પણ જોવા મળી છે. ખાસ વાત એ છે કે ટ્રેલરની શરૂઆતમાં અક્ષય ખન્નાને એક સેકન્ડથી પણ ઓછા સમય માટે બતાવવામાં આવ્યા છે. જો તમે ટ્રેલરને સ્લો મોશનમાં જોશો તો જ તેમની ઝલક દેખાશે, જેના કારણે ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’

ફ્લેશબેક સિક્વન્સમાં જોવા મળશે અક્ષય ખન્ના

ઘણા ચાહકો એવું માની રહ્યા હતા કે અક્ષય ખન્ના આ ફિલ્મમાં નહીં હોય, પરંતુ અહેવાલો મુજબ ફિલ્મમાં કેટલાક ‘ફ્લેશબેક સિક્વન્સ’  બતાવવામાં આવશે. આ સીન્સમાં અક્ષય ખન્નાની ઝલક જોવા મળશે. જોકે, તે પ્રથમ ભાગની જેમ મુખ્ય વિલનના રોલમાં નહીં હોય, પરંતુ વાર્તાના કેટલાક મહત્વના વળાંકો સમજાવવા માટે તેનું પાત્ર પડદા પર દેખાશે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાની જગ્યાએ હવે અર્જુન રામપાલ મુખ્ય વિલન તરીકે ધૂમ મચાવશે.


‘ધુરંધર 2’  એ રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મે એડવાન્સ બુકિંગના મામલે ‘સ્ત્રી 2’ જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. પેઇડ પ્રિવ્યૂ માટે અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ ટિકિટો બુક થઈ ચૂકી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ એક મહત્વની અને દમદાર ભૂમિકામાં જોવા મળશે. મેકર્સ આ ફિલ્મને લઈને ખૂબ જ આશાવાદી છે અને ટ્રેલરને મળેલા પ્રતિસાદથી બોક્સ ઓફિસ પર મોટો ધડાકો થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version