News Continuous Bureau | Mumbai
Rakhi sawant: બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત તેની પ્રોફેશનલ લાઈફ ને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામા રહે છે. આ દિવસોમાં રાખી તેના પતિ આદિલ દુર્રાની વિરુદ્ધ નિવેદન આપીને ચર્ચામાં આવી છે. બીજી તરફ, આદિલ દુર્રાની પણ રાખી ને તેનો જડબાતોડ જવાબ આપતો જોવા મળે છે. આ બધા ડ્રામા વચ્ચે રાખી સાવંતે તેની બાયોપિકની જાહેરાત કરી છે. રાખીએ ઘણા સમય પહેલા જ તેની બાયોપિક આવવાના સંકેત આપ્યા હતા. તે વારંવાર ખેતી જોવા મળી હતી કે બોલિવૂડના નિર્માતાઓએ તેની બાયોપિક બનાવવી જોઈએ. હવે રાખી તેની ફિલ્મ સાથે જોડાયેલી વિગતો લઈને આવી છે. જે બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાખી સાવંતના જીવન પર આધારિત ફિલ્મ ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે.
રાખી સાવંતે કરી તેની બાયોપિક ની જાહેરાત
તાજેતરમાં જ રાખી સાવંતને મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે રાખી સાવંતે કહ્યું કે, “હું બેંગ્લોર, મૈસૂર જઈ રહી છું. કોઈની ખટિયા ખડી કરવા માટે. શું કોઈ આપણી ખટિયા પણ ખડી કરશે? હવે હું મૈસૂર જઈ રહી છું, હવે સમય જ કહેશે કે ત્યાં શું શું થવાનું છે.? મારે મારા માટે એક સરપ્રાઈઝ છે. ત્યાં મારી બાયોપિક લોન્ચ થઈ રહી છે.” રાખીની આ વાત સાંભળીને ત્યાં હાજર પેપ્સે તેને પૂછ્યું કે તેની બાયોપિકમાં કઈ અભિનેત્રી જોવા મળશે, જેના જવાબમાં રાખી સાવંતે કહ્યું, ‘હું પોતે અભિનય કરવા માંગતી હતી, પરંતુ મને લાગે છે કે આલિયા ભટ્ટ અને વિદ્યા બાલન ખૂબ જ સારી એક્ટિંગ કરશે. બંને ખૂબ જ શાનદાર અભિનેત્રીઓ છે. આ દરમિયાન રાખી સાવંતે એ પણ જણાવ્યું કે તેની બાયોપિકની ઘણી સીઝન પણ આવી શકે છે.
રાખી સાવંત ના વિડીયો પર આવી લોકો નીઓ પ્રતિક્રિયા
રાખીના જીવન સાથે ઘણા વિવાદો જોડાયેલા છે, જેનો ઉલ્લેખ આ ફિલ્મમાં થઇ શકે છે. જેમાં રિતેશ સાથેના લગ્નથી લઈને આદિલ દુર્રાની સાથેના છૂટાછેડા સુધીની ઝલક બતાવવામાં આવશે.પોતાની બાયોપિક માટે આલિયા અને વિદ્યા બાલન હોવાનો દાવો કરતી રાખી સાવંતનો આ વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. રાખીની આ વાત સાંભળીને ચાહકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક યુઝરે તેની મજાક ઉડાવતા કહ્યું કે, ‘આલિયા તારી ઔકાત ની બહાર છે, તેનું નામ પણ ન લે’. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, ‘કોઈક તેને હોસ્પિટલ લઈ જાઓ’.
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો અંબાણી પરિવાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને વિડીયો