News Continuous Bureau | Mumbai
salman khan show bigg boss: ભારતીય ટેલિવિઝનનો સૌથી મોટો કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ ફરી એકવાર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. શોની 17મી સીઝન શરૂ થવાની છે, જેનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ શોમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે. આ યાદીમાં ઐશ્વર્યા શર્માથી લઈને યુટ્યુબર હર્ષ બેનીવાલ સુધીના નામ સામેલ છે. દરમિયાન, અનુપમા ફેમ અનુજ એટલે કે ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ બિગ બોસમાં ભાગ લેવાની વાત કરી છે.
ગૌરવ ખન્ના ની પત્ની આકાંક્ષા એ કરી મીડિયા સાથે વાત
હાલમાં જ એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા આકાંક્ષાએ કહ્યું હતું કે તે વિવાદાસ્પદ રિયાલિટી શોમાં ભાગ લેવા માંગે છે. આકાંક્ષાએ કહ્યું, “હા યાર, હું તે કરવા માંગુ છું. ગૌરવ કદાચ મારી સાથે તે નથી કરવા માંગતો કારણ કે ગૌરવ ડરી ગયો છે. પણ હા, મારો મતલબ છે કે કેમ નહીં. હું લાગુ છું ને બિગ બોસ મટીરીયલ જેવી.” જ્યારે આકાંક્ષાને પૂછવામાં આવ્યું કે શું તે શોને ફોલો કરે છે તો તેણે કહ્યું કે તે શોને સારી રીતે ફોલો કરતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા અપડેટ મેળવે છે.
આ સમાચાર પણ વાંચો : Anupama new promo: અનુપમા ની ટીઆરપી વધારવા મેકર્સે અજમાવ્યો નવો પેંતરો, શો નો લેટેસ્ટ પ્રોમો જોઈ ચાહકો થયા ગુસ્સે
આકાંક્ષા નો પતિ ગૌરવ ખન્ના નિભાવી રહ્યો છે અનુજ નું પાત્ર
તમને જણાવી દઈએ કે આકાંક્ષા નો પતિ ગૌરવ ખન્ના હાલમાં ટીવી શો અનુપમામાં અનુજનું પાત્ર ભજવી રહ્યો છે. આ શો પછી ગૌરવની લોકપ્રિયતા માં વધારો થયો છે. રૂપાલી ગાંગુલી સાથેની તેની જોડી અને તેનો રોમાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાહકો એ અનુજ અને અનુપમા ની જોડી ને ‘માન’ કહી ને સંબોધે છે. ગૌરવ ની પત્ની હોવા ની સાથે સાથે આકાંક્ષા એક ટીવી અભિનેત્રી પણ છે, જે સ્વરાગિની અને ભૂતુ જેવા શોમાં જોવા મળી છે.