News Continuous Bureau | Mumbai
Anushka sharma: બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્માનું નામ આ દિવસોમાં ખાસ કરીને તેની બીજી પ્રેગ્નન્સી ને લઇ ને ચર્ચામાં છે. હાલમાં જ અનુષ્કા ક્લિનિક ની બહાર જોવા મળી હતી. જે બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ અનુષ્કા શર્મા ફરીથી માતા બનવા જઈ રહી છે. જો કે આ સમાચાર માત્ર અફવા હોઈ શકે છે, પરંતુ આ સમાચારે ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. પરંતુ કપલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અનુષ્કા શર્મા નો વિડીયો થયો વાયરલ
અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નેન્સીના સમાચાર વચ્ચે અભિનેત્રી નો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા તેની અંગત જીવન અને તેની પ્રતિબદ્ધતાઓ વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્મા કહે છે કે તેના જીવનમાં લગ્ન અને બાળકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનુષ્કા લગ્ન કરવા માંગે છે, તે બાળકો ઈચ્છે છે. કદાચ આ સમય દરમિયાન તે પોતાનું કામ પણ છોડી દે.
અનુષ્કા શર્મા ની પ્રેગ્નેન્સી
સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાય છે કે અનુષ્કા શર્મા તેના બીજા ત્રિમાસિકમાં છે અને આ જ કારણ છે કે તે આ દિવસોમાં પોતાની જાતને લો પ્રોફાઇલ રાખી રહી છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “અનુષ્કા બીજા બાળકની અપેક્ષા રાખી રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ કપલ આ સારા સમાચાર પછીથી દુનિયા સાથે શેર કરશે.” આ જ રિપોર્ટમાં અનુષ્કાની જાહેર ગેરહાજરી અંગે લખવામાં આવ્યું છે કે, “આ કોઈ સંયોગ નથી. તે લોકોની નજરથી દૂર રહી રહી છે, જેથી તેના વિશે કોઈ અટકળો ન લાગે.”
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ફરી એરપોર્ટ પર જોવા મળ્યા ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન, ઓલ બ્લેક લુક માં સુંદર લાગતી હતી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ