News Continuous Bureau | Mumbai
Rupali ganguly: સ્ટાર પ્લસ ની સિરિયલ અનુપમા માં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી બીજેપી માં જોડાઈ છે. આ સમાચાર સામે આવતા જ લોકો ને મોટો આંચકો લાગ્યો છે. હવે રૂપાલી ના રાજકારણ માં જોડાવાની સાથે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું તે અનુપમા શો છોડી દેશે કે પછી બંને એકસાથે સંભાળશે? તો હવે આના પર એક નવું અપડેટ આવ્યું છે રૂપાલી એ પોતે આ અંગે એક મીડિયા હાઉસ ને પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: Aryan khan: આર્યન ખાન ની વેબસીરીઝ સ્ટારડમ માં થઇ આ ટેલેન્ટેડ અભિનેત્રી ની એન્ટ્રી! જાણો તે એક્ટ્રેસ વિશે
રૂપાલી ગાંગુલી એ અનુપમા છોડવા અંગે આપી પ્રતિક્રિયા
મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા સિરિયલ રૂપાલી માટે બાળક જેવો છે અને તે ક્યારેય શો છોડશે નહીં. રાજનીતિમાં જોડાયા પછી પણ તે શોનો હિસ્સો રહેશે. તેણીએ તેના અંગત અને વ્યાવસાયિક જીવનને સારી રીતે સંચાલિત કર્યું છે અને આ તેના તાજમાં વધુ એક પીંછા ઉમેરશે.
#WATCH | After joining the BJP, actress Rupali Ganguly says, “The one personality that attracts everyone towards BJP is PM Modi. His working style, personality and the way he has taken our country towards development, every Indian wants to join ‘Modi Sena’ and contribute to the… pic.twitter.com/kfF5dCUOIr
— ANI (@ANI) May 1, 2024
રાજનીતિમાં જોડાવા અંગે રૂપાલીએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ઘણી પ્રેરણા આપી છે. હું પીએમ મોદીની મોટી પ્રશંસક છું. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું. હું પાર્ટીનો આભાર માનું છું.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)