Site icon

ઓસ્કાર ઈતિહાસની ચોંકાવનારી ઘટના, વિલ સ્મિથે સ્ટેજ પર હોસ્ટને માર્યો મુક્કો! પત્ની પર આવી ટિપ્પણી કરવા બદલ મળી સજા; જુઓ વિડીયો, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

આ વર્ષે ઓસ્કાર 2022માં કંઈક એવું જોવા મળ્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. હાસ્યના વાતાવરણમાં અચાનક અભિનેતા વિલ સ્મિથ ઓસ્કાર હોસ્ટ પર ખૂબ ગુસ્સે થઈ ગયો. આવી સ્થિતિમાં,  તેણે સ્ટેજ પર જઈને પ્રસ્તુતકર્તા ક્રિસ રોક ને મુક્કો માર્યો. વિલે ક્રિસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેની પત્ની જાડાનું નામ તમારા મોંમાંથી ન કાઢો!પહેલા તો ત્યાં હાજર સેલેબ્સને લાગ્યું કે આ એક મજાક છે, પરંતુ પછી વાતાવરણને ગંભીર બનતું જોઈને ખ્યાલ આવ્યો કે આટલા મોટા સ્ટેજ પર આવું ક્યારેય બન્યું નથી, જે ઓસ્કરના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. હવે #WillSmith અને #ChrisRock સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે,ક્રિસ રોકે ફિલ્મ G.I.માં વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની જેન વિશે મજાક ઉડાવવામાં આવી હતી. જેડા ની ટાલ અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે G.I.જેન 2 માટે જેડા રાહ જોઈ નથી શકતી.કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો લુક બાલ્ડ હતો.જ્યારે કે જેડા એ એલોપેસીયા નામની ટાલની બીમારીને કારણે તેને દૂર કર્યા છે. વિલને તેની પત્નીની આ રીતે મજાક ઉડાવવાનું પસંદ નહોતું અને તેણે રનિંગ શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : ‘પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદના એ જણાવ્યું તેનું ફિટનેસ નું રહસ્ય; પોસ્ટ શેર કરી આપી માહિતી; જાણો વિગત

દેખીતી રીતે જ આનાથી દરેકના હોશ ઉડી ગયા. મુક્કો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે સુન્ન થઇ ગયો. વિલે તેને કહ્યું કે મારી પત્નીનું નામ તેના મોંમાંથી ફરીથી ન લે, અને ક્રિસે જવાબ આપ્યો કે તે હવે નહીં કરે. ઓસ્કાર 2022 સમારોહમાં સામેલ લોકો તેમજ ટીવી પર આ કાર્યક્રમ જોઈ રહેલા લોકો ચોંકી ગયા હતા.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version