News Continuous Bureau | Mumbai
WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન 23 ફેબ્રુઆરી થી શરૂ થશે જે 17 માર્ચ સુધી ચાલશે. આ મેચ પહેલા BCCI એક શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા જઈ રહી છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ટાઇગર શ્રોફ જેવા કલાકારો ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરતા જોવા મળશે. હવે આ લિસ્ટ માં વધુ એક સુપરસ્ટાર નું નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ છે શાહરુખ ખાન. જીહા શાહરુખ ખાન WPL ના ઉદ્ઘાટન માં હાજરી આપશે.
આ સમાચાર પણ વાંચો : Esha deol: છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી એશા દેઓલ, પાપારાઝી ના સવાલ નો આપ્યો આવો જવાબ
WPL માં આવશે શાહરુખ ખાન
WPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે, “તૈયાર થઈ જાઓ મિત્રો, આ બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે જે ક્રિકેટની ક્વીનડમ ઉજવશે! #TATAWPL 2024ની ઓપનિંગ સેરેમની નુંએમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુથી લાઈવ જુઓ. 23 ફેબ્રુઆરી.” તમને જણાવી દઈએ કે આ અગાઉ કાર્તિક આર્યન વિશે પણ આ રીત ની પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે કાર્તિક આર્યન આ લીગ માં પરફોર્મ કરશે.
🥁 Get ready folks
It’s none other than @iamsrk who will celebrate Cricket ka Queendom! 😍
Watch #TATAWPL 2024 Opening Ceremony on @JioCinema & @Sports18 LIVE from the M. Chinnaswamy Stadium, Bengaluru.
🗓️ 23rd Feb
⏰ 6.30 pm
🎟️ https://t.co/jP2vYAVWv8 pic.twitter.com/GzE6lLUmPS— Women’s Premier League (WPL) (@wplt20) February 21, 2024
તમને જણાવી દઈએ કે, WPLની બીજી સીઝન 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યનના ડાન્સ પરફોર્મન્સ બાદ આ લીગની નવી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)