Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!

Yash Toxic Movie Fees: ડાયરેક્ટર ગીતુ મોહનદાસની ફિલ્મમાં યશનો જોવા મળશે સૌથી હિંસક અવતાર; 19 માર્ચે સિનેમાઘરોમાં જામશે જોરદાર જંગ

by Zalak Parikh
Yash Charges ₹150 Crore for 'Toxic' Despite Clash with Aditya Dhar's 'Dhurandhar 2'.

News Continuous Bureau | Mumbai

Yash Toxic Movie Fees: કન્નડ સુપરસ્ટાર યશ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ સાથે મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરી રહ્યો છે. તાજેતરમાં 20 ફેબ્રુઆરીએ આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ રિવેન્જ ડ્રામા ફિલ્મમાં યશના લુક અને તેની ફીને લઈને અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ ‘ટોક્સિક’ માટે યશની ફીનો ખુલાસો થયો છે. અહેવાલો મુજબ, યશ આ રોલ માટે આશરે50 કરોડ ચાર્જ કરી રહ્યો છે. જોકે, યશ પોતે પણ આ ફિલ્મનો પ્રોડ્યુસર હોવાથી, અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોફિટ શેરિંગ  અને એક્ટિંગ ફી મળીને તે કુલ  150 કરોડ જેટલી રકમ મેળવશે. જોકે, આ આંકડાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: રણવીર સિંહની ‘ધુરંધર ૨’ ને લઈને ફેલાયેલી અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ; જાણો સેન્સર સર્ટિફિકેટનું અસલી સત્ય!

ટીઝરમાં જોવા મળ્યો ડાર્ક અને હિંસક લુક 

યશે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરતા જણાવ્યું હતું કે, ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તે અત્યાર સુધીનો સૌથી હિંસક અવતાર રજૂ કરશે. ટીઝરમાં સર્કસની સેટિંગથી લઈને ઈસ્ટ એશિયન પ્રેરિત બેકગ્રાઉન્ડ સુધીની વિશાળ સિનેમેટિક દુનિયા બતાવવામાં આવી છે. આ વાર્તા અલગ-અલગ સમયરેખા માં ફેલાયેલી છે અને તેમાં એક ડાર્ક માહોલ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)


યશની ‘ટોક્સિક’ આગામી 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ જ દિવસે આદિત્ય ધરની બહુચર્ચિત ફિલ્મ ‘ધુરંધર 2’ પણ રિલીઝ થઈ રહી છે. આ મોટા ક્લેશ છતાં ફિલ્મ પંડિતોનું માનવું છે કે યશના ફેન બેઝ અને ફિલ્મના કન્ટેન્ટને કારણે તે ફાયદામાં રહેશે. ફિલ્મમાં કિયારા અડવાણી, હુમા કુરેશી અને તારા સુતારિયા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More