News Continuous Bureau | Mumbai
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'નું શીર્ષક (Prithviraj title change)બદલવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે તેનું નવું નામ 'સમ્રાટ પૃથ્વીરાજ' (Samrat Prithviraj) રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કરણી સેના (Karni sena) દ્વારા કરવામાં આવેલી જનહિત અરજી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓ, YRF એ કરણી સેનાના પ્રમુખને એક સત્તાવાર પત્ર લખીને આ અંગે માહિતી આપી છે.
કરણી સેનાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ એ પૃથ્વીરાજના નિર્માતાઓને કાનૂની નોટિસ(legal notice) મોકલીને જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કરણી સેનાએ ફિલ્મના નામમાં ફેરફારની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મના શીર્ષકને કારણે રાજપૂત સમાજને (Rajput) દુઃખ થયું છે. જે બાદ અનેક બેઠકો થઈ અને આખરે 27મી મેના રોજ પૃથ્વીરાજના નિર્માતા YRF રાજપૂત સમુદાયની લાગણી અને માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મનું નામ પૃથ્વીરાજથી બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવા સંમત થયા.યશ રાજ ફિલ્મ્સે (YRF)કરણી સેનાના પ્રમુખને લખેલા સત્તાવાર પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વીરાજનું નામ હવે બદલાઈને સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj) થઈ ગયું છે. YRFએ લખ્યું, "અમે તમારી ફરિયાદ અને ફિલ્મના વર્તમાન શીર્ષકના સંદર્ભમાં તમારા પ્રયત્નોની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ, અને તમને ખાતરી આપીએ છીએ કે અમે કોઈપણ વ્યક્તિ(ઓ)ની લાગણીઓને ઠેસ પહોંચાડવા અથવા અનાદર કરવા માટે આવું નહોતું કર્યું." હકીકતમાં, અમે ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ દ્વારા આપણા દેશના ઈતિહાસમાં (History)સ્વર્ગસ્થ રાજા અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી, સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી થાય ."યશ રાજ ફિલ્મ્સે આગળ લખ્યું, "શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉઠાવવામાં આવેલી ફરિયાદને ઉકેલવા માટે, અમે ફિલ્મનું શીર્ષક બદલીને "સમ્રાટ પૃથ્વીરાજ" કરી રહ્યા છીએ. અમે પરસ્પર સમજૂતીની ખૂબ પ્રશંસા કરીએ છીએ. ફિલ્મને લઈને અમારા સારા ઈરાદાને સમજવા માટે અમે કરણી સેના અને તેના સભ્યોનો આભાર માનીએ છીએ."
આ સમાચાર પણ વાંચો: લાલ સિંહ ચઢ્ઢા નું ટ્રેલર રિલીઝ થતા જ આમિર ખાન બનાવશે ઈતિહાસ, જાણો શું છે કારણ
પૃથ્વીરાજની વાત કરીએ તો અક્ષય કુમારની(Akshay Kumar) સાથે સંજય દત્ત, (Sanjay Dutt)સોનુ સૂદ અને આશુતોષ રાણા મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા તેનું નામ બદલવામાં આવ્યું છે.