News Continuous Bureau | Mumbai
Yash Toxic Movie: સાઉથ સુપરસ્ટાર યશ હાલમાં પોતાની બે ફિલ્મો ‘ટોક્સિક’ અને ‘રામાયણ’ ને લઈને ચર્ચામાં છે. ‘ટોક્સિક’માં યશ સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કિયારાની પ્રેગ્નન્સી ની ખબર યશને મળી, ત્યારે તેણે શૂટિંગ માટે એક એવો નિર્ણય લીધો કે હવે દરેક જણ તેની પ્રશંસા કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Song: સિતારે જમીન પર નું નવું ગીત ‘શુભ મંગલમ’ થયું રિલીઝ, સોન્ગ માં જોવા મળી આમિર ખાન અને જેનેલિયા ની કેમેસ્ટ્રી
યશે શૂટિંગ શિફ્ટ કર્યું મુંબઈ
મિડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારાની પ્રેગ્નન્સી જાણ્યા બાદ યશે ‘ટોક્સિક’ના ડિરેક્ટર ગીતુ મોહનદાસ અને પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણ સાથે વાત કરી અને આખું શૂટિંગ બંગલુરુથી મુંબઈમાં શિફ્ટ કરાવવાનું સૂચન કર્યું. યશે શૂટિંગ માટે આરામદાયક અને સગવડભરી વ્યવસ્થા કરાવી, જેથી કિયારાને કોઈ તકલીફ ન પડે અને ફિલ્મમેકર્સનો ખર્ચ પણ ઓછો થયો.
Yash’s touching gesture for mom-to-be Kiara Advani wins heartshttps://t.co/3Hc7wWHzSo#123telugu #Yash #KiaraAdvani #Toxic #Ramayana
— 123telugu (@123telugu) June 17, 2025
કિયારાએ 2025ના ફેબ્રુઆરીમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે સમયે કિયારા ‘ટોક્સિક’ ઉપરાંત રિતિક રોશન સાથે ‘વોર 2’ નું પણ શૂટિંગ કરી રહી હતી. પ્રેગ્નન્સી બાદ પણ કિયારાએ મેટ ગાલા માં ભાગ લીધો હતો અને બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.