News Continuous Bureau | Mumbai
Toxic Update। સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની (Yash) આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અગાઉ આ ફિલ્મ ‘ધુરંધર ૨’ સાથે બોક્સ ઓફિસ પર ટકરાવવાની હતી, પરંતુ બાદમાં તેની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો હતો. આ ફિલ્મનું ટીઝર અને પાત્રોના ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર લોન્ચ થઈ ચૂક્યા છે અને તેને ભારે પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાઅને બોલિવૂડ કવીન કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. એક તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન સુપરસ્ટાર યશે આ બંને અભિનેત્રીઓના પાત્રો અને ફિલ્મની વાર્તા વિશે ખુલીને વાત કરી છે.
ગીતુ મોહનદાસની ગેંગસ્ટર દુનિયામાં મહિલાઓનો જોવા મળશે ‘વાયોલન્ટ’ અંદાજ
ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મ ‘ટોક્સિક’ ના વિષય પર વાત કરતા યશે જણાવ્યું કે, “સિનેમા જગતમાં ઘણા લોકોને ગેંગસ્ટર્સની દુનિયા અને મનુષ્યના ડાર્ક સાઇડ (નકારાત્મક પાસા) પર ફિલ્મો બનાવવાની તક મળી છે. પરંતુ જ્યારે ભાવનાત્મક રીતે અત્યંત ઊંડાણપૂર્વક વિચારતા ડાયરેક્ટર ગીતુ મોહનદાસ આ પ્રકારના વિષયની જવાબદારી સંભાળે છે, ત્યારે દરેક સીન પોતાનામાં ખાસ બની જાય છે. આ ફિલ્મમાં કેટલાક એવા મહિલા પાત્રો છે જેમણે વાર્તામાં પોતાની જાન જોખમમાં મૂકીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સર્વાઇવ કર્યું છે. દરેક વ્યક્તિની અંદર એક અલગ પ્રકારની હિંસા છુપાયેલી હોય છે, અને જ્યારે આવી મજબૂત પર્સનાલિટીઝ ખાસ કરીને મહિલાઓ વાર્તા સાથે જોડાય છે ત્યારે તે પડદા પર ખૂબ જ ફ્રેશ અને રસપ્રદ લાગે છે.”
૪ જૂન ૨૦૨૬ ના રોજ હિન્દી અને અંગ્રેજી સહિત કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ
પ્રખ્યાત ડાયરેક્ટર ગીતુ મોહનદાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે કારણ કે તેઓ ડાર્ક એક્શન સિનેમા પર પ્રયોગો કરી રહ્યા છે, જે ફિલ્મના ગ્લિમ્પસ અને તીવ્ર દ્રશ્યો પરથી જોઈ શકાય છે. ‘કેજીએફ ચેપ્ટર ૨’ ની ઐતિહાસિક બ્લોકબસ્ટર સફળતા બાદ યશની આ કન્નડ બેઝ્ડ પેન-ઇન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ માત્ર સાઉથની ભાષાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ કન્નડ ઉપરાંત અંગ્રેજી, હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ એમ કુલ ૬ મોટી ભાષાઓમાં વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આગામી ૪ જૂન ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
હુમા કુરેશી, તારા સુતારિયા પણ ફિલ્મનો હિસ્સો; આ ફિલ્મ બાદ યશ બનશે ‘રાવણ’
આશરે ૫૦૦ કરોડના તોતિંગ બજેટમાં બની રહેલી ‘ટોક્સિક’ ફિલ્મની ભવ્ય સ્ટારકાસ્ટમાં નયનતારા અને કિયારા ઉપરાંત હુમા કુરેશી, તારા સુતારિયા, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર જેવા જાણીતા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ શાનદાર એક્શન એન્ટરટેઇનર ફિલ્મ પૂર્ણ કર્યા બાદ, સુપરસ્ટાર યશ ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી મોટા પ્રોજેક્ટ ગણાતી ૪,૦૦૦ કરોડના બજેટની ફિલ્મ ‘રામાયણ’ માં (Ramayana) સુપર વિલન ‘રાવણ’ ના મુખ્ય લીડ રોલમાં જોવા મળશે. હાલમાં તો ‘ટોક્સિક’ માં કિયારા અને નયનતારા સાથે રોકી ભાઈની કેમિસ્ટ્રી જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
👉 આ સમાચાર વાચો:
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત