News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં લિપ આવ્યો છે. લિપ બાદ શો ની કમાન અભીરા, અરમાન અને રુહી એ સંભાળી છે. હવે સિરિયલ માંથી અરમાન અને રુહી એટલે કે શહજાદાઅને પ્રતીક્ષા ને કાઢી મુકવામાં આવ્યા છે. સિરિયલની લીડ સ્ટાર કાસ્ટને અચાનક હટાવી દેવાના સમાચાર ચાહકો માટે ખૂબ જ ચોંકાવનારા છે.પ્રોડક્શન ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શહજાદા ધામી ટીમ સાથે સંકલન કરી નહોતો રહ્યો અને સેટ પર અવારનવાર નખરા કરતો હતો.તો બીજી તરફ પ્રતિક્ષા વાર્તા સાથે બંધબેસતી ન હતી.
આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ માટે મિલાવ્યો શૂજીત સરકાર સાથે હાથ,આ વિષય પર આધારિત હશે ફિલ્મ
અભીરા એ આપી પ્રતિક્રિયા
સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી સમૃદ્ધિ શુકલા એટલેકે અભીરા એ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હા, પ્રતિક્ષા અને શહજાદા ને હટાવવાના સમાચાર સંપૂર્ણ રીતે સાચા છે. જોકે, હું અત્યારે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવા માંગતી નથી.’ તમને જણાવી દઈએ કે, સિરિયલ માં સમૃદ્ધિ શહજાદા ની પત્ની ની ભૂમિકા ભજવી રહી છે. સિરિયલ માં અરમાન અને અભીરા પતિ પત્ની ની ભુમિકામાં જોવા મળી રહ્યા છે.