Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ

Yeh Rishta Kya Kehlata Hai Twist: વાર્તામાં આવશે નવો વળાંક, મેહરના પાત્રનો કરાયો અંત; અરમાન-અભિરાની જિંદગી ફરી એકવાર બદલાશે.

by Zalak Parikh
Yeh Rishta Kya Kehlata Hai: Actress Anju Jadhav exits the show; Big twist ahead as Meher's character dies.

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Twist: સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મેકર્સે વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે એક મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી અરમાન અને અભિરાની જિંદગીમાં મુશ્કેલીઓ ઊભી કરનાર ‘મેહર’ ના પાત્રનો હવે અંત લાવવામાં આવ્યો છે. આ રોલ ભજવતી અભિનેત્રી અંજુ જાધવ  ને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. મેહરના સત્યનો પર્દાફાશ થયા બાદ હવે વાર્તામાં એક નવો ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Anant Ambani Birthday Celebration: અંબાણી ફેમિલીની પાર્ટીમાં શાહરૂખ-રણવીરનો ‘બમ લહરી’ ડાન્સ: સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ

મેહરના મોત સાથે અંજુ જાધવની શોમાંથી એક્ઝિટ

સીરિયલમાં અત્યાર સુધી જોવા મળ્યું કે મેહરે અરમાન અને અભિરાના સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કર્યું હતું. જોકે, પોદ્દાર પરિવાર સામે મેહરનું સાચું રૂપ આવી ગયા બાદ હવે વાર્તામાં મેહરનું મૃત્યુ બતાવવામાં આવશે. આ સીન સાથે જ અભિનેત્રી અંજુ જાધવે શોને અલવિદા કહી દીધું છે. અંજુએ સોશિયલ મીડિયા પર સેટની કેટલીક તસવીરો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેણે રોહિત પુરોહિત (અરમાન) અને સમૃદ્ધિ શુક્લા (અભિરા) સાથેના ફોટા શેર કરી કેપ્શનમાં લખ્યું છે – ‘હંમેશાવાળો રિશ્તા’.

 

View this post on Instagram

 

A post shared by Anju Jadhav (@anjujadhavofficial)


વાર્તામાં હવે એક મોટો વળાંક આવશે જેમાં અરમાનને આઠ વર્ષ પછી પોતાની ભૂલ સમજાશે. તે અભિરા પાસે જઈને પોતાની ભૂલોની માફી માંગશે. પરંતુ બીજી તરફ, મેહરના મૃત્યુનો આરોપ માયરા પર લાગશે, જેના કારણે માયરાને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવશે. આ બંને ગંભીર પરિસ્થિતિઓનો સામનો અભિરાએ એકલા હાથે કરવાનો રહેશે. શોમાં હવે લાગણીઓ અને ડ્રામાનું નવું સ્તર જોવા મળશે. અરમાન ભલે માફી માંગે, પરંતુ અભિરા તેનાથી થયેલા અન્યાયને ભૂલી શકશે નહીં. અભિરા અરમાનને માફ કરવાની સ્પષ્ટ ના પાડી દેશે અને બીજી તરફ તે માયરાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢીને ઘરે પાછી લાવવા માટે સંઘર્ષ કરશે. શોના મેકર્સને આશા છે કે આ નવા ટ્રેકથી ટીઆરપીમાં (TRP) મોટો ઉછાળો આવશે. દર્શકો હવે એ જોવા માટે ઉત્સુક છે કે અભિરા અને અરમાન ફરી એક થશે કે પછી તેમની વચ્ચેનું અંતર હંમેશ માટે વધી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More