યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અક્ષરા એ કર્યો શિવ તાંડવ, પ્રણાલી રાઠોડનું ઉગ્ર સ્વરૂપ જોઈને ટીવી ની સાઈ એટલે કે આયેશા સિંહે કરી આ ટિપ્પણી

પ્રણાલી રાઠોડે એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે શિવ તાંડવ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં પ્રણાલીની સ્ટાઈલ જોઈને ટીવીની સાઈ એટલે કે આયેશા સિંહ પણ વીડિયો પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકી નથી.

by Zalak Parikh
yeh rishta kya kehlata hai akshara aka pranali rathod shiv tandav video ayesha singh commented

News Continuous Bureau | Mumbai

ટીવીની સુંદર અભિનેત્રી પ્રણાલી રાઠોડે સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા નું પાત્ર ભજવી ને દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિરિયલમાં પ્રણાલી ની સ્ટાઈલ અને એક્ટિંગ બધાને પસંદ આવી રહી છે. તેથી જ અભિનેત્રીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પ્રણાલી રાઠોડને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે અને અભિનેત્રી પણ તેના ચાહકો માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. આ વખતે ટીવીની અક્ષરાએ તેના ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસનો ડાન્સ જોઈને ફેન્સ ચોંકી ગયા છે. આ વીડિયો જોઈને આયશા સિંહ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નહીં.

 

પ્રણાલી રાઠોડે શેર કર્યો શિવ તાંડવ નો વિડીયો 

પ્રણાલી રાઠોડે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શિવ તાંડવ કરતી જોવા મળી રહી છે. પ્રણાલીનો આ વીડિયો શૂટિંગ સેટનો છે અને તેને જોઈને અંદાજ પણ લગાવી શકાય છે કે શૂટિંગમાં ડાન્સ કરવો કોઈપણ એક્ટ્રેસ માટે આસાન નથી. અભિનેત્રીના ચહેરા પર ઘણી વખત પાણી ના છાંટા પડી રહ્યા છે, જેના કારણે પ્રણાલી ને વારંવાર રોકવું પડે છે. જો કે, અભિનેત્રીની ઉર્જા જોવા જેવી છે અને પ્રણાલી બ્લેક અને ગોલ્ડન રંગના પરંપરાગત પોશાકમાં સજ્જ છે. તે તેમાં ખૂબ જ સુંદર દેખાય છે.

પ્રણાલી રાઠોડ ના વિડીયો પર ગુમ હે કિસી કે પ્યાર મેં  ની સાઈ એ કરી કમેન્ટ 

પ્રણાલી રાઠોડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળી છે અને ફેન્સ તેના પર ઝડપથી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ટીવી સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં ફેમ આયેશા સિંહે પણ આ વીડિયો પર કોમેન્ટ કરતાં પ્રણાલી રાઠોડના વખાણ કર્યા છે. આયેશા સિંહે કોમેન્ટમાં લખ્યું કે, ‘તમે અદ્ભુત છોકરી છો.’ આયેશાએ ઘણા બધા હાર્ટ ઇમોજીસ પણ મૂક્યા છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં જ એક લક્ઝુરિયસ કારની માલિક બની છે. તેણે કારની એક તસવીર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરી છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, પ્રણાલી નું નામ ઘણીવાર તેના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના કો-સ્ટાર હર્ષદ ચોપરા સાથે જોડવામાં આવ્યું છે, જો કે, બંનેએ ઘણીવાર આ અફવાઓને નકારી કાઢી છે.

આ સમાચાર પણ વાંચો: સમર-ડિમ્પી ના લગ્ન માં થશે ગુરુ માં ની ગ્રાન્ડ એન્ટ્રી! અનુપમા ના ભાઈ ભાવેશે આપ્યો સંકેત

Join Our WhatsApp Community

You may also like