ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના સેટ પર 3 કલાકારો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર,'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા સચિન ત્યાગી, સમીર ઓંકર અને સ્વાતિ ચિટનીસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય કલાકારોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળતા સેટ પરની દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રૂના અન્ય 4 સભ્યોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આ સિરિયલનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે અને બીએમસીને જાણ કરવામાં આવી છે. દરમિયાન, આ ત્રણેય કલાકારો અને બાકીના 4 ક્રૂ મેમ્બર્સ હવે હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
યે રિશ્તાના સેટ પર કોરોના નીકળ્યા બાદ શોના પ્રોડ્યૂસર રાજન શાહીએ એક સત્તાવાર નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, ત્રણેય કલાકારો શોનો મહત્વનો ભાગ છે. તે હોમ ક્વોરેન્ટાઇન છે. અમે તરત જ સેટ પરના લોકોને ટેસ્ટ કરાવી લીધા, ત્યારબાદ ક્રૂના અન્ય 4 સભ્યો પણ પોઝિટિવ આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બીએમસીને આ વિશે જાણ કરવામાં આવી છે, ત્યારબાદ સંપૂર્ણ સેટની સાફ સફાઇ કરવામાં આવી છે. હમણાં દરેક હોમ ક્વોરેન્ટાઇન રહીને તબીબી સારવાર લઈ રહ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે, જેના કારણે અમે તેમની સાથે સંપર્કમાં છીએ. અમે સલામતીના અમારા વચનને વળગી રહ્યા છીએ અને અમે આગળ પણ બધી સલામતી અને સાવચેતીઓનું પાલન કરીશું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com