Site icon

સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ મુખ્ય પાત્ર એ રાતો રાત શો ને કહ્યું અલવિદા-કારણ જાણીને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

સ્ટાર પ્લસ  ની સિરિયલો માં ફેમસ પાત્રો તેમની સિરિયલ માંથી વિદાય લઇ રહ્યા છે એ પછી સિરિયલ 'અનુપમા' હોય કે  ગુમ હૈ કિસી કે પ્યાર મેં' આ સિરિયલો બાદ હવે એવી ખબરો આવી રહી છે કે અન્ય ફેમસ સિરિયલમાંથી એક અભિનેતા એ શો ને અલવિદા કહી દીધું છે.આ સાથે એવી પણ ચર્ચા છે કે સિરિયલની ટીઆરપી ઘટી જવાને કારણે આ એક્ટરે સિરિયલથી દૂર જવાનું નક્કી કર્યું છે. આ સીરિયલ બીજી કોઈ નહીં પણ લોકપ્રિય સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છે. આ સિરિયલ છોડનાર અભિનેતાનું નામ જાણીને ચાહકોને ચોક્કસ આંચકો લાગી શકે છે. આ અભિનેતા સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ અભિનેતાની વિદાય પણ અભિમન્યુ અને અક્ષરાની વાર્તાને અસર કરી શકે છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલ છોડી દેનાર અભિનેતાનું નામ મૃણાલ જૈન છે. સીરિયલમાં મૃણાલ ડોક્ટર કુણાલનું પાત્ર ભજવી રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મૃણાલ જૈને શોનો છેલ્લો એપિસોડ પણ શૂટ કરી દીધો છે. મૃણાલના શો છોડવા પાછળનું કારણ છે શોની સ્ટોરી લાઇન અને તેના પાત્રને વધુ એક્સપોઝર ન મળતું હોવાનું છે.આ શો છોડવા વિશે અભિનેતાએ કહ્યું- 'શોમાં ચાલી રહેલી સ્ટોરીલાઇન મારા પાત્રને આગળ વધવાનો રસ્તો બતાવી શકી નથી. આ કારણોસર, વધતા જતા શો સાથે, તેણે તેને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. કદાચ આ પાત્રને પાછું લાવી શકાય પરંતુ  તે ક્યારે બનશે તે અત્યારે કહી શકાય તેમ નથી.’

આ સમાચાર પણ વાંચો : મેલીવિદ્યાની ગલીઓમાં આપનું સ્વાગત છે- દેવોના ઘરે જવાની મનાઈ- આ છે ટોપ 3 વેબ સિરીઝ લોકોની પહેલી પસંદ

અભિનેતા મૃણાલ જૈને વધુ માં કહ્યું- 'મારે હજી દક્ષિણ ભારતીય ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાનું બાકી છે. આ સાથે હું વેબ સિરીઝ પણ કરવાનો છું. હું ટેનિસ લીગ અને મ્યુઝિક વીડિયો પર પણ ધ્યાન આપી રહ્યો છું. જો મને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલમાં બોલાવવામાં આવશે તો હું રાજન સર સાથે વાત કરીશ. મને રાજન સર સાથે ફરી કામ કરવાનું ગમશે.’

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version