Site icon

yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ બાદ કોણ ભજવશે અભીર ની ભૂમિકા કરણ કુન્દ્રા કે શાહીર શેખ?થયો આ વાતનો ખુલાસો

yeh rishta kya kehlata hai: થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં 20 વર્ષ નો લિપ આવવાનો છે. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે હર્ષદ ચોપરાની જગ્યાએ કરણ કુન્દ્રા અથવા શાહીર શેખ સિરિયલમાં આવી શકે છે.

yeh rishta kya kehlata hai karan kundrra and shaheer sheikh who will play abhir role

yeh rishta kya kehlata hai karan kundrra and shaheer sheikh who will play abhir role

News Continuous Bureau | Mumbai 

yeh rishta kya kehlata hai: ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દર્શકોમાં લોકપ્રિય છે. આ સીરિયલમાં મેકર્સે અક્ષરા અને અભિમન્યુને એક કરવાની તૈયારી કરી લીધી છે. શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં અક્ષરા અને અભિમન્યુની મહેંદી સેરેમની બતાવવામાં આવી હતી. ચાહકો આ એપિસોડ માટે ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લીપ આવશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ સિરિયલમાં અક્ષરા અને અભિમન્યુની વાર્તાને સમાપ્ત કરશે, ત્યારબાદ સિરિયલમાં 15 થી 20 વર્ષનો લીપ આવશે. આ પછી આ સિરિયલ અભીર પર કેન્દ્રિત થશે. આ માટે બે કલાકારોના નામ પણ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં શાહીર શેખ અને કરણ કુન્દ્રાના નામ લેવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

શું શાહીર શેખ અને કરણ કુન્દ્રા ભજવશે અભીર ની ભૂમિકા? 

ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને લઈને અત્યાર સુધી મીડિયામાં ઘણા અહેવાલો આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હર્ષદ ચોપરા પછી કરણ કુન્દ્રા અથવા શાહિર શેખ આ સીરિયલમાં લીડ રોલમાં આવી શકે છે. આ બંને કલાકારોના ચાહકો હવે માત્ર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એવું થવાનું નથી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં શાહીર શેખ પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. આ સિવાય કરણ કુન્દ્રા યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો હિસ્સો રહી ચૂક્યો છે. તે સીરીયલમાં સીરત ના બોયફ્રેન્ડ રણવીરની ભૂમિકામાં જોવા મળ્યો હતો, તેથી તે સ્પષ્ટ છે કે કરણ કુન્દ્રા પણ આ શોનો ભાગ નહીં બને. એક મીડિયા હાઉસ ના એક અહેવાલ મુજબ આ બંને કલાકારો આ સીરિયલનો ભાગ નથી બની રહ્યા.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો 

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે અક્ષર અને અભિમન્યુ ની મહેંદી સેરેમની ચાલી રહી છે આ દરમિયાન અક્ષરા પર તેની ડોક્ટર નો ફોન આવે છે જે તેને જણાવે છે કે તે ગર્ભવતી છે. હવે જોવાનું એ રહશે કે શું અક્ષરા આ જાણ્યા પછી અભિમન્યુ સાથે લગ્ન કરશે? 

આ  સમાચાર પણ વાંચો :  Shahrukh khan-salman khan: બાપ્પા ના આશીર્વાદ લેવા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યા શાહરુખ ખાન અને સલમાન ખાન, પઠાણ અને ટાઇગર ને એક સાથે જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version