News Continuous Bureau | Mumbai
ટીવીના ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા ઘર-ઘરમાં એક અલગ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી લતા સબરવાલ વિશે એક હેરાન કરનાર સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટમાં લતાએ જણાવ્યું કે તે ડેઈલી સોપ છોડી રહી છે. લતાએ એક વર્ષ પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન હવે ફરી એકવાર તે જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે.
લતા સબરવાલે શેર કરી પોસ્ટ
લતા સબરવાલે હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સની ચિંતા વધારી દીધી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં, જો તેણીને સમયસર સારવાર ન મળે, તો તે હંમેશા માટે પોતાનો અવાજ ગુમાવી શકે છે.આ બાબતને લઈને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો. મારા ગળામાં ગાંઠો બની ગઈ છે. જેના કારણે મને બોલવામાં તકલીફ પડી રહી છે. હું હમણાં જ ENT (કાન, નાક અને ગળાના ડૉક્ટર) પાસેથી આવી છું. તેણે મને કહ્યું કે મારા ગળામાં ગઠ્ઠો છે, જેના માટે મારે એક અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવો પડશે. મને સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા છે કારણ કે આ એકમાત્ર સારવાર છે. આ બહુ ગંભીર મુદ્દો છે, જો હું ધ્યાન નહીં આપું તો મારો અવાજ કાયમ માટે જઈ શકે છે. મને થોડો ડર લાગે છે.’
લતા સબરવાલ નું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા લતા સબરવાલ એક શોર્ટ ફિલ્મનો ભાગ બની હતી. તેણે આ અંગે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. લતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે બે વર્ષના બ્રેક પછી આખરે મેં એક ફિલ્મ કરી. જ્યારે આ ફિલ્મ મારી પાસે આવી ત્યારે હું તેને લઈને ખૂબ જ નર્વસ ફીલ કરતી હતી. પણ જો અનુભવ જોવામાં આવે તો તે એકદમ સારો હતો.
