News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લિપ બાદ હર્ષદ ચોર અને પ્રણાલી રાઠોડ નું સ્થાન શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુકલા એ લીધું છે. સિરિયલ માં શહેઝાદા અરમાન પોદ્દાર અને સમૃદ્ધિ અભીરા ના પાત્ર ભજવી રહ્યા છે. લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. હાલ શોમાં અભિરા પોતાનો અભ્યાસ પૂરો કરવા કોલેજ જવા લાગી છે તો બીજી તરફ રુહી અને અરમાન પણ નજીક આવતા જોવા મળશે. આ દરમિયાન વાર્તામાં નવો વળાંક આવવાનો છે. શોમાં એક નવી એન્ટ્રી થવાની છે. જે અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા માં જોવા મળશે રાજ અનડકટ
મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિર પરત ફરી રહ્યો છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, સિરિયલ ના મેકર્સ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ નો સંપર્ક કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોમાં રાજ અનડકટ અભીર નું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તેની મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો બધું બરાબર રહ્યું તો તે ટૂંક સમયમાં સીરિયલમાં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
TMKOC Fame Raj Anadkat To Join As Abhir Birla On Star Plus Show Yeh Rishta Kya Kehlata Hai. It Is Rumoured, He Will Play A Gray Character On The Show.#RajAnadkat #rajanadkatfans #YehRishtaKyaKehlataHai #yrkkh #taarakmehtakaooltahchashmah #TMKOC #StarPlus pic.twitter.com/fzHfx1whEm
— Manoranjan Media (@Manoranjan43227) January 16, 2024
મીડિયા રિપોર્ટ મુજબ અભિર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડમાં એન્ટ્રી કરશે. તે ગોએન્કા પરિવારને આરોહીઓ ના મૃત્યુ પાછળનું સાચું કારણ પણ જણાવશે. તે કહેશે કે આરોહીનું મૃત્યુ અક્ષરાના કારણે નહીં પરંતુ રૂહીના કારણે થયું છે. એટલું જ નહીં, તે અભિમન્યુના મૃત્યુના સમાચાર પણ આપશે.
આ સમાચાર પણ વાંચો : Fighter trailer: ફાઈટર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, માત્ર એક્શન જ નહીં ફિલ્મના સંવાદો એ પણ જીતી લીધા લોકો ના દિલ