Yeh rishta kya kehlata hai: હવે યે રિશ્તા ના સેટ પર પ્રેમ કરવા પર મળશે સજા! શહેજાદા અને પ્રતીક્ષા ને બહાર કર્યા બાદ રાજન શાહી એ લાગુ કરી આ પોલિસી, રોહિત પુરોહિત એ જણાવી હકીકત

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ હાલ ચર્ચા નો વિષય બન્યો છે જ્યારથી શો ના લીડ કલાકારો શહેજાદા અને પ્રતીક્ષા ને કાઢી મુકવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી આ શો ચર્ચામા છે હવે આ શો ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

by Zalak Parikh
yeh rishta kya kehlata hai producer rajan shahi issued non dating policy

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: સિરીયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ લિપ આવ્યો છે. લિપ બાદ સિરિયલ માં અભીરા ના પાત્ર માં સમૃદ્ધિ શુકલા જોવા મળી રહી છે. લિપ ની શરૂઆત માં અરમાન ની ભૂમિકા શહેજાદા ધામી અને રુહી ની ભૂમિકા માં પ્રતીક્ષા હોનમુખે જોવા મળ્યા હતા પરંતુ બંને ના અનપ્રોફેશનલ બિહેવિયર ને કારણે સિરિયલ ના નિર્માતા રાજન શાહી એ તેમને કાઢી મુખ્ય હતા. હવે શહેજાદા અને પ્રતીક્ષા ના સ્થાને રોહિત અને ગર્વિતા ને લેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે શો વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. શોના નવા લીડ અભિનેતા રોહિત પુરોહિતે ખુલાસો કર્યો કે આ ઘટના બાદ મેકર્સે કોન્ટ્રાક્ટમાં નવી પોલિસી ઉમેરી છે.

આ સમાચાર પણ વાંચો : Ajay Devgn : 2 એપ્રિલ 1969 ના જન્મેલા, અજય દેવગણ એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા છે જેઓ મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કોન્ટ્રાકટ માં ઉમેરાઈ નવી પોલોસી 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પર નો ડેટિંગ પોલિસી શરૂ થઈ છે. કોરિયન ઇન્ડસ્ટ્રી સહિત ઘણી જગ્યાએ, સેલેબ્સના કોન્ટ્રાક્ટમાં આ મુદ્દો ઉમેરવામાં આવે છે કે તેઓ તેમના કલાકારોને સેટ પર ડેટ કરી શકતા નથી અને આ નિયમ યે રિશ્તા કહેલાતા હૈના સેટ પર પણ લાગુ કરવામાં આવ્યો છે. આ વાતનો ખુલાસો શોના નવા અરમાન એટલે કે એક્ટર રોહિત પુરોહિતે કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રોહિત ને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું એ અફવાઓમાં કોઈ સત્ય છે કે અભિનેતાઓએ હવે DKP સાથે આગળ વધતા પહેલા નો-ડેટિંગ ક્લોઝ પર સહી કરવી પડશે. આ વાતનો ખુલાસો કરતા રોહિતે જણાવ્યું કે આ અફવા એકદમ સાચી છે અને YRKKH માં જોડાતા પહેલા નો-ડેટિંગ પોલિસી ક્લોઝ જણાવતા કરાર પર સહી પણ કરાવી છે.


તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ડીકેપી પ્રોડક્શન હાઉસે શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખે ને તેમના નોન-પ્રોફેશનલ વર્તનને કારણે શોમાંથી હટાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને એકબીજા સાથે વાત કરવામાં ઘણો સમય પસાર કરતા હતા. આવી સ્થિતિમાં, શૂટિંગમાં ખલેલ પડી હતી અને તેના કારણે બંનેને બહાર કરવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More