News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’એ TRP લિસ્ટમાં તેમજ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી નથી. આ શોને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે હર્ષદ ચોપરા તેને અલવિદા કહેવા જઈ રહ્યા છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિરાના ટ્રેક પર પૂર્ણવિરામ લાગશે અને હર્ષદ ચોપડાની સાથે પ્રણાલી રાઠોડ પણ શોને બાય-બાય કહેશે.
રાજન શાહી એ તોડ્યું મૌન
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિનવનું મૃત્યુ થયું ત્યારથી જ હર્ષદ ચોપરાની છુટ્ટી વિશે અટકળો ચાલી રહી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં 20 વર્ષનો લીપ જોવા મળશે, ત્યારબાદ હર્ષદ ચોપરા શો છોડીને કેનેડામાં રજાઓ ગાળવા જશે. હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નિર્માતા એટલે કે રાજન શાહીએ આ બધી બાબતો પર મૌન તોડ્યું છે. તેણે હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડના શો છોડવાની વાતને અફવા ગણાવી.યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નિર્માતા રાજન શાહીએ હર્ષદ ચોપડાના શો છોડવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, “હર્ષદ અને પ્રણલી સહિત કોઈ અભિનેતા શો છોડી રહ્યો નથી. અને તે સત્ય છે.” પરંતુ હજુ સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં 20 વર્ષ ના લિપ ની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Rakhi Sawant: રાખી સાવંત ના આરોપ-પ્રત્યારોપ અભિનેત્રી ની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી અને શર્લિન ચોપરા એ આદિલ ને બનાવ્યો પોતાનો ભાઈ! વિડીયો થયો વાયરલ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કરંટ ટ્રેક
નોંધનીય છે કે તાજેતરમાં જ જય સોની એટલે કે અભિનવ શોમાંથી બહાર થઈ ગયો છે. વાર્તામાં, અભિનવનું અવસાન થઈ ગયું છે, જેના પછી અક્ષરા અને અભીર ને ઊંડો આઘાત લાગ્યો છે અને અક્ષરા તેના પુત્રને આ આઘાતમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં અભિમન્યુ તેને પૂરો સાથ આપી રહ્યો છે. તે જ સમયે, અક્ષરા અને અભિનવ ફરી એકવાર સાથે હોઈ શકે છે અને અભીર પણ ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગ્યો છે.