Site icon

Honey Singh Mumbai Concert FIR: યો યો હની સિંહ કોન્સર્ટ વિવાદમાં: એરપોર્ટ પાસે લેઝર લાઈટના ઉપયોગથી ખળભળાટ, મુંબઈ પોલીસની કડક કાર્યવાહી

Honey Singh Mumbai Concert FIR: 12 હજારની મંજૂરી સામે 20 હજારની ભીડ ઉમટી; વિમાન સુરક્ષામાં ખલેલ પહોંચાડવા બદલ આરે પોલીસે ઈવેન્ટ મેનેજમેન્ટ સામે કરી કાર્યવાહી

Yo Yo Honey Singh's Mumbai Concert: Case filed over illegal laser lights near airport zone; crowd exceeds expectations.

Yo Yo Honey Singh's Mumbai Concert: Case filed over illegal laser lights near airport zone; crowd exceeds expectations.

News Continuous Bureau | Mumbai

Honey Singh Mumbai Concert FIR: મશહૂર રેપર અને સિંગર યો યો હની સિંહનોમુંબઈ કોન્સર્ટ આ વખતે ગીતો કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. મુંબઈના MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત આ શો દરમિયાન એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે લેઝર લાઈટ્સનોઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની અગાઉની ચેતવણી છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વિમાન સુરક્ષા સાથે ચેડા કરવા બદલ પોલીસે ઈવેન્ટના પ્રતિનિધિ ઈન્દ્રજીત સિંહ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!

એરપોર્ટ ઝોનમાં લેઝર લાઈટનો ખતરો

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કોન્સર્ટના આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં લેઝર લાઈટનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનાથી લેન્ડિંગ કે ટેક-ઓફ કરતા વિમાનના પાઈલટોને તકલીફ પડી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આમ છતાં, ઈવેન્ટ દરમિયાન આ નિયમોની સદંતર અવગણના કરવામાં આવી હતી. આ બેદરકારીને ગંભીર ગણીને પોલીસે ગુનો દાખલ કર્યો છે, કારણ કે એરપોર્ટ ઝોન અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.


FIR મુજબ, આ કોન્સર્ટમાં લગભગ 12 હજાર લોકો આવવાની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં 18 થી 20 હજારની જંગી મેદની ઉમટી પડી હતી. મર્યાદા કરતા વધુ ભીડને કારણે સુરક્ષા વ્યવસ્થા પર ભારે દબાણ વધ્યું હતું અને પરિસ્થિતિ સંભાળવી પોલીસ માટે પડકારજનક બની ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ બંદોબસ્તની જરૂર પડી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો
Bhooth Bangla Release Date: અક્ષય કુમારના ‘ભૂત બંગલા’માં રિલીઝ ડેટનું ભૂત! કન્ફ્યુઝન દૂર કરવા મેદાનમાં આવ્યા મેકર્સ, જાણો ફાઈનલ ડેટ
Ajay Devgn New Project: અજય દેવગણનો મોટો ધડાકો: સત્ય ઘટના પર આધારિત નવા પ્રોજેક્ટની કરી જાહેરાત! જાણો કઈ રિયલ સ્ટોરી પર બનશે ફિલ્મ?
Dhurandhar Movie Casting: ‘ધુરંધર’ કાસ્ટિંગ સિક્રેટ: રણવીર કે અક્ષય નહીં, આ એક્ટ્રેસની એન્ટ્રીથી મુકેશ છાબડા થયા સૌથી વધુ ખુશ! જાણો કોણ છે એ લકી સ્ટાર?
Exit mobile version