Site icon

Yogesh Majajan passes away : ટીવી અભિનેતા યોગેશ મહાજનનું થયું નિધન, આ બીમારીએ લીધો ભોગ; ટીવી જગતમાં શોકનો માહોલ.

Yogesh Majajan passes away : ટીવી અભિનેતા યોગેશ મહાજનનું નિધન થયું છે. અભિનેતાના પરિવારે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, રવિવારે અભિનેતા પોતાના શો 'શિવ શક્તિ તપ ત્યાગ તાંડવ'ના શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા ન હતા. તેના સહ-કલાકારો અને શોના ક્રૂ સભ્યો ગુસ્સે થવા લાગ્યા.

Yogesh Majajan passes away Yogesh Mahajan Passes Away Due to Heart Attack A Tribute

News Continuous Bureau | Mumbai 

 Yogesh Majajan passes away : ટીવી અને મરાઠી ફિલ્મ અભિનેતા યોગેશ મહાજનનું અચાનક નિધન થયું છે. અભિનેતાએ 44 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે તેના ઉમરગાંવ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના અચાનક અવસાનથી તેમના પરિવાર અને નજીકના લોકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

 Yogesh Majajan passes away : હૃદયરોગના હુમલાએ લીધો જીવ

મીડિયા રિપોર્ટ મુજબ યોગેશ મહાજનનું 19 જાન્યુઆરી, 2025ના રોજ અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. તેમને હોસ્પિટલમાં લઈ ગયા પછી જ ડોક્ટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. હવે અભિનેતાના અંતિમ સંસ્કાર 20 જાન્યુઆરી, 2025 ના રોજ મુંબઈના બોરીવલી પશ્ચિમમાં પ્રગતિ હાઈસ્કૂલ પાસે ગોરારી-2 સ્મશાનગૃહમાં થશે.

 Yogesh Majajan passes away : ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા

મહત્વનું છે કે અભનેતાનો એપાર્ટમેન્ટ શૂટિંગ સેટની નજીક હતો અને જ્યારે તેઓ શૂટિંગ માટે ન આવ્યા, ત્યારે ક્રૂ મેમ્બર્સ તેમની ખબર કાઢવા માટે તેમના ઘરે ગયા. જ્યારે ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો નહીં, ત્યારે ક્રૂ મેમ્બર્સ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા. ટીવી અભિનેતા યોગેશ મહાજન 19 જાન્યુઆરીના રોજ તેમના ઉમરગાંવ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Aman jaiswal passed away: ટીવી અભિનેતા અમન જયસ્વાલે માત્ર 23 વર્ષ ની ઉંમર માં કહ્યું દુનિયા ને અલવિદા,આ કારણે એક્ટર એ ગુમાવ્યો જીવ

તમને જણાવી દઈએ કે યોગેશ પરિણીત હતો, તેના પરિવારમાં તેની પત્ની અને તેનો સાત વર્ષનો પુત્ર છે, જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 Yogesh Majajan passes away : યોગેશ મહાજનની કારકિર્દી

યોગેશ મહાજન આ દિવસોમાં ટીવી શો શિવ શક્તિ તપ ત્યાગ તાંડવમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અદાલત, જય શ્રી કૃષ્ણ, ચક્રવર્તી અશોક સમ્રાટ અને દેવોં કે દેવ મહાદેવ જેવા શોમાં કામ કર્યું છે. યોગેશ મહાજન મરાઠી ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેમણે મુંબઈછે શહાણે અને સંસારચી માયા જેવી મરાઠી ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી.

 

 

The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?
Aryan Khan Rumoured Girlfriend: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ના પ્રીમિયર માં છવાઈ લારિસા બોનેસી, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ એ લૂંટી લાઈમલાઈટ
The Bads Of Bollywood: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો અંબાણી પરિવાર, રાધિકા ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા ચાહકો ના દિલ
The Bads Of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં આર્યન ખાને કર્યું શાહરુખ માટે આવું કામ, પાછળ જોતી રહી ગઈ ગૌરી ખાન, જુઓ પિતા-પુત્ર ના પળ નો વિડીયો
Exit mobile version