News Continuous Bureau | Mumbai
Ranveer Singh: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. ગોવામાં આયોજિત ૫૬મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) દરમિયાન ફિલ્મ ‘કાંતારા’ના પાત્રની નકલ કરતી વખતે ધાર્મિક લાગણી દુભાવવા બદલ કર્ણાટક હાઈકોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે આ મામલે રણવીર સિંહને નોટિસ જારી કરી છે, જોકે ૨ માર્ચ સુધી તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન કરવા પોલીસને આદેશ આપ્યો છે.આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રણવીર સિંહે સ્ટેજ પર ‘કાંતારા ચેપ્ટર ૧’ માં ઋષભ શેટ્ટી દ્વારા ભજવવામાં આવેલા પાત્રની નકલ કરી હતી. આ દરમિયાન તેમણે કથિત રીતે એક દેવતાને ‘મહિલા ભૂત’ કહીને સંબોધ્યા હતા, જેના કારણે કર્ણાટકના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને રણવીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Alia Bhatt BAFTA: વિદેશી ધરતી પર ગુંજ્યો હિન્દીનો નાદ! આલિયા ભટ્ટે BAFTA સ્ટેજ પર ‘નમસ્કાર’ કહીને જીત્યા લાખોના દિલ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા
‘તમે રણવીર સિંહ હોઈ શકો છો પણ જવાબદાર બનો’
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રણવીર સિંહના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. જજે કહ્યું કે, “ઋષભ શેટ્ટી દેવી ચામુંડાનું પાત્ર ભજવી રહ્યા હતા અને તમારા શબ્દોથી ધાર્મિક ભાવનાઓ પર અસર થઈ શકે છે. તમે રણવીર સિંહ હશો કે ગમે તે હોવ, પરંતુ એક અભિનેતા તરીકે સમાજ પર તમારી મોટી અસર હોય છે. તમે કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માટે આટલા બેજવાબદાર ન હોઈ શકો. સ્ટેજ પર પ્રસ્તુતિ આપતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.”
View this post on Instagram
રણવીર સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અભિનેતા દ્વારા આપવામાં આવેલું નિવેદન બેદરકારીભર્યું હતું. તેમણે કહ્યું કે, “શરૂઆતમાં જ હું માનું છું કે જે કંઈ પણ થયું તે અનજાણે થયું છે અને તેના માટે માફી પણ માંગી લેવામાં આવી છે. અમે તે બધું જ કરવા તૈયાર છીએ જેનાથી આ ભૂલ સુધારી શકાય.” જોકે, કોર્ટે વળતો જવાબ આપ્યો હતો કે, “શું તમારી માફીથી બોલાયેલા શબ્દો પાછા ખેંચાઈ જશે? હું ભૂલી શકું, તમે ભૂલી શકો, પણ ઇન્ટરનેટ કશું ભૂલતું નથી.”ફરિયાદ પક્ષના વકીલે દલીલ કરી હતી કે રણવીર સિંહ ભલે કર્ણાટકના ‘જમાઈ’ હોય (દીપિકા પાદુકોણ કર્ણાટકની છે), પરંતુ આ નિવેદને લોકોના આત્મા પર પ્રહાર કર્યો છે. રાજ્યના લોકોની ભાવનાઓ સાથે કોઈ રમત રમી શકે નહીં. કોર્ટે તમામ પક્ષોને ૨ માર્ચ સુધીમાં પોતાની વાંધા અરજીઓ દાખલ કરવા જણાવ્યું છે. ત્યાં સુધી રણવીર સિંહને ધરપકડ કે અન્ય કોઈ કઠોર કાર્યવાહી સામે કામચલાઉ રાહત આપવામાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)