Site icon

‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ માટે પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલ નું માર્ગ અકસ્માતમાં થયું મૃત્યુ, તેનો છેલ્લો વીડિયો થયો વાયરલ

યુટ્યુબર અને કોમેડિયન દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. દેવરાજને 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વિડિયોથી ખ્યાતિ મળી હતી. હવે દેવરાજનો છેલ્લો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

youtuber devraj patel famous for dil se bura lagta hai bhai died in a road accident

'દિલ સે બુરા લગતા હૈ ભાઈ' માટે પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલ નું માર્ગ અકસ્માતમાં થયું મૃત્યુ, તેનો છેલ્લો વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

યુટ્યુબર અને કોમેડિયન દેવરાજ પટેલે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દેવરાજનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, દેવરાજ એક મિત્ર સાથે બાઇક પર હતો ત્યારે પાછળથી એક હાઇસ્પીડ ટ્રકે તેને ટક્કર મારતાં દેવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દેવરાજના મૃત્યુ બાદ તેના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. 

Join Our WhatsApp Community

દેવરાજ પટેલ નો છેલ્લો વિડીયો થયો વાયરલ 

દેવરાજ પટેલનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દેવરાજના છેલ્લા ઈન્સ્ટા વીડિયો પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોમાં દેવરાજ કહે છે, ‘હેલો મિત્રો, ભગવાને મારો ચહેરો એવો બનાવ્યો છે કે લોકો સમજે નહીં, ક્યૂટ કહો કે કટિયા… બાય.’ આ વીડિયોની સાથે દેવરાજે કેપ્શનમાં લખ્યું- ‘પણ હું ક્યૂટ છું, ને મિત્રો ‘ તમને જણાવી દઈએ કે, દેવરાજ આવા નાના સેલ્ફી વીડિયો બનાવતો હતો, જેને ચાહકોએ ખૂબ પસંદ કરતા હતા. દેવરાજનો વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો, જોકે આ કોમેડી વિડીયો જોયા બાદ દરેક જણ દુઃખી છે અને તેને મિસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેમસ હતો દેવરાજ પટેલ 

દેવરાજના ઈન્સ્ટાગ્રામ પર 57 હજારથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે યુટ્યુબ પર તેમના 4 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. આટલું જ નહીં દેવરાજે ભુવન બમ સાથે વેબ સિરીઝ ધીંદૌરામાં કામ કર્યું હતું. આ સિરીઝમાં પણ તેનો ડાયલોગ ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version