YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

YRKKH Armaan Poddar: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માં અરમાન પોદ્દાર નું પાત્ર ભજવનાર અભિનેતા રોહિત પુરોહિત રિયલ લાઈફ માં પિતા બન્યો છે. અભિનેત્રી શીના બજાજ એ પુત્ર ને જન્મ આપ્યો છે.

by Zalak Parikh
YRKKH Armaan Poddar aka Actor Rohit Purohit Welcomes Baby Boy with Wife Sheena Bajaj

News Continuous Bureau | Mumbai

 YRKKH Armaan Poddar: ટીવી જગત નો લોકપ્રિય અભિનેતા રોહિત પુરોહિત અને તેની પત્ની શીના બજાજ  હવે માતા–પિતા બન્યા છે. શીના બજાજ એ એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખુશખબરી રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ  હેન્ડલ પર પોસ્ટ શેર કરીને આપી છે. તેણે લખ્યું કે, “તમારા પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર.”

આ સમાચાર પણ વાંચો : Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો

રોહિત અને શીના બન્યા પેરેન્ટ્સ

રોહિત પુરોહિત અને શીના બજાજ ના ઘરમાં નાનકડા મહેમાનની એન્ટ્રી થઈ છે. બંનેએ 2019માં ઉદયપુરમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. હવે છ વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બન્યા છે.રોહિત અને શીનાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના ફેવરિટ કપલ  માટે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. દરેક કોમેન્ટમાં નવા બેબી માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ જોવા મળી રહી છે. શોના સહઅભિનેતા પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


રોહિત અને શીનાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ  કર્યા બાદ લગ્ન કર્યા હતા. શીનાએ અગાઉના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના સંબંધમાં ઘણા ઉતાર–ચઢાવ આવ્યા હતા, પણ બંનેએ ક્યારેય એકબીજા નો સાથ છોડ્યો નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More