News Continuous Bureau | Mumbai
YRKKH: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં અભીરા અને અરમાન ને લોકો ખુબ પસંદ કરવા લાગ્યા છે. બંને ની કેમેસ્ટ્રી ચાહકો ને પસંદ આવી રહી છે. સીસીયલ માં જોવ મળી રહ્યું છે કે અભીરા અરમાન ને પ્રેમ કરવા લાગી છે અને બહુ જલ્દી જ તે અરમાન ને પ્રપોઝ કરવાની છે પરંતુ હવે આ બધાની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈએ ચાહકો નું દિલ તૂટી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનના ઘર પાસેથી બે વાર લોરેન્સ બિશ્નોઈ નામથી ગાડી બુક થઈ. ખળભળાટ..
સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો વાયરલ વિડીયો
સોશિયલ મીડિયા પર સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અરમાન એ જ પઝલ ના ટુકડાઓ પરથી પસાર થાય છે જેને અભીરા એ પોતાના પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા બનાવ્યો હતો. બાદમાં અભિરા તે ટુકડાઓ એકત્રિત કરતી જોવા મળે છે..આ વિડીયો જોયા પછી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. કારણ કે દર્શકો માની રહ્યા હતા કે કદાચ હવે અરમાન અને અભિરા એક થઈ જશે.
#Yrkkh #SamridhiiShukla #RohitPurohit #ArmaanPoddar #AbhiraSharma #AbhiMaan
Ab heartbreaking comingI think she will confess her love towards ar but he will reject her love sad episodes coming for us 😿😿😿🥺🥺🥺😭😭😭😭 ar will regret very hard in upcoming episodes pic.twitter.com/j62XZClnAb
— Elmire kniza 💜💜💜🧸🧸🧸 المير كنزة (كوكي kouki) (@kinzouelmire) April 21, 2024
આ વિડીયો પર એક યુઝરે લખ્યું, “તેનું કેઝ્યુઅલ વોક દર્શાવે છે કે તેણે અભિરાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.” અન્ય એકે લખ્યું, હવે દિલ તૂટવાનું છે મને લાગતું હતું કે તે આખરે અરમાનને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે પરંતુ તે તેના પ્રસ્તાવને ફગાવી દેશે. એક ખૂબ જ દુઃખદ એપિસોડ આવી રહ્યો છે. આગામી એપિસોડ જોઈને અમને ખૂબ જ અફસોસ થશે.” હવે સાચું શું છે એ તો આવનાર એપિસોડ માં જ ખબર પડશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)