News Continuous Bureau | Mumbai
YRKKH Harshad chopra: હર્ષદ ચોપરા ટીવી ઇન્ડસ્ટ્રી નો લોકપ્રિય અભિનેતા છે. તેને ઘણી ટીવી સિરિયલ માં કામ કર્યું છે. હર્ષદ ને જેનિફર વિંગેટ સાથે ની સિરિયલ બેપાનહ માં ખુબ પસંદ કરવામાં આવ્યો હતો આ સિરિયલ માં લોકો ને હર્ષદ અને જેનિફર ની કેમેસ્ટ્રી લોકો ને ખુબ પસંદ આવી હતી બેપનાહ બાદ હર્ષદ સૌથી લાંબી ચાલતી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ના પાત્ર માં જોવા મળ્યો આ સિરિયલ માં પણ લોકો ને તેની અને પ્રણાલી રાઠોડ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. હવે સિરિયલ માં લિપ આવ્યા બાદ હર્ષદે શો છોડી દીધો છે. હવે તાજેતરમાં હર્ષદે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને તેના નવા પ્રોજેક્ટ ની ઝલક શેર કરી છે.
હર્ષદ ચોપરા એ શેર કરી પોસ્ટ
હર્ષદ ચોપરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં એક પક્ષી છે આ ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું, ‘નવા પ્રોજેક્ટને હેલો કહો, હવે મને ખબર છે કે હું અત્યારે જે કરી રહ્યો છું તે બરાબર છે.’ હર્ષદે તેના નવા પ્રોજેક્ટની ઝલક શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. પરંતુ હર્ષદ ચોપરાએ હજુ સુધી નવા શોનું નામ જાહેર કર્યું નથી. કે નથી એ પણ શેર કર્યું કે તે નવો પ્રોજેક્ટ કયો છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં 20 વર્ષ ના લિપ બાદ હર્ષદ અને પ્રણલીએ શો ને અલવિદા કહી દીધું હવે નવી પેઢી સાથે આ શો ની વાર્તા આગળ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: શું રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સમાં થઇ રણબીર કપૂર ની એન્ટ્રી? પોલીસ યુનિફોર્મ માં સજ્જ અભિનેતા ની તસવીર થઇ વાયરલ, જાણો તે તસવીર પાછળ ની હકીકત