Site icon

Jay soni : યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડ્યા બાદ અભિનવ ને આવી તેના હેપ્પી હોમ ની યાદ, જય સોની એ શેર કરી ઈમોશનલ પોસ્ટ

આ દિવસોમાં ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. શો છોડ્યા બાદ અભિનવ ઉર્ફે જય સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે.

YRKKH jay soni aka abhinav remembered his happy palace shared post

YRKKH jay soni aka abhinav remembered his happy palace shared post

News Continuous Bureau | Mumbai 

Jay soni : ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ આ દિવસોમાં અભિનવ ઉર્ફે જય સોનીના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. એક સમયે #અભિરાના ચાહકો શો માં અભિનવ ની એન્ટ્રીથી દુઃખી હતા. હવે, અભિનવના શોમાંથી બહાર થયા પછી લોકો દુઃખી થઈ રહ્યા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જય સોનીએ અક્ષરા ઉર્ફે પ્રણાલી રાઠોડના બીજા પતિની ભૂમિકા ભજવી હતી. આ પાત્રથી જય એ આજે ​​દરેકના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. શોમાં 6 વર્ષ ના લિપ બાદ અક્ષરાના જીવનમાં અભિનવની એન્ટ્રી થઈ હતી. લોકોને અભિનવ, અક્ષરા અને અભીર નું બોન્ડ એટલું પસંદ આવ્યું કે હવે તેઓ ત્રણેયને આગળ સાથે જોવા માંગે છે. શોમાંથી બહાર આવ્યા બાદ જય સોનીએ એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને તમને અભિનવ શર્માનું પાત્ર યાદ આવી જશે.

Join Our WhatsApp Community

જય સોનીશેર કર્યો ફોટો

જય સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અભિનવ શર્માના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું, ‘કારણ કે દરેક તસવીર એક વાર્તા કહે છે! આ જગ્યા અભિનવના હૃદયની સૌથી નજીક છે. આ તસવીરમાં તે કસૌલીમાં અભિનવ અને અક્ષરાના ઘરની બહાર ઉભો છે. આ તસવીરમાં અભિનેતાએ નેવી બ્લુ શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલ છે. આ ફોટોના કેપ્શન સાથે તેણે પોતાના હેપ્પી પ્લેસને યાદ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: લૂંટનો પ્રતિકાર કરવા બદલ મુંબઈમાં મહિલાને ચાલતી ટ્રેનમાંથી બહાર ધકેલી દેવામાં આવી… જાણો સંપુર્ણ વિગતો…

જય સોની એ શો ની ટિમ અને સ્ટારકાસ્ટ ના કર્યા વખાણ

શોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. શોમાં અભિનવની ભૂમિકા ભજવનાર અભિનેતા જય સોનીએ શો છોડી દીધો છે. શોમાં તેનું પાત્ર નું મૃત્યુ થયું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જય સોનીએ તેના કો-સ્ટાર હર્ષદ અને પ્રણાલીના વખાણ કર્યા હતા. તેણે ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે મને આ શોની સ્ટાર કાસ્ટ, ટીમ અને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. અભિનવ શર્માનું પાત્ર મારા જીવનનું એક સારું પાત્ર છે.જણાવી દઈએ કે જય સોની ટીવીનો લોકપ્રિય અભિનેતા છે. ‘સસુરાલ ગેંડા ફૂલ’ શોથી તેને નામના મળી હતી.

Bachchan Surname: આ રીતે અમિતાભ બન્યા શ્રીવાસ્તવ માંથી બચ્ચન, જાણો તેની પાછળની મજેદાર કહાની
Bigg Boss 19: આ ભૂલ ‘બિગ બોસ 19’ ને પડી ભારે, કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો સલમાન ખાનનો રિયાલિટી શો, જાણો સમગ્ર મામલો
TV TRP Rankings: ‘અનુપમા’ પછી આ શો બન્યો દર્શકોનો બીજો સૌથી મનપસંદ શો, જાણો ટીઆરપી લિસ્ટ માં કોણે મારી બાજી
Sameer Wankhede: સમીર વાનખેડેએ ખખડાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, શાહરૂખ ખાનની કંપની પર કર્યો આ કેસ, જાણો સમગ્ર મામલો
Exit mobile version