Site icon

YRKKH leap: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે ત્રીજો લિપ? આ કલાકારો લઇ શકે છે અક્ષરા અભિમન્યુ નું સ્થાન

YRKKH leap: એવી ચર્ચા છે કે પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાનો શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટૂંક સમયમાં લીપ લેવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, લીપ પછી કયા કલાકારો તેમાં પ્રવેશ કરશે તે અંગે સતત અપડેટ્સ આવી રહ્યા છે. કરણ કુન્દ્રા અને શાહીર શેખ બાદ હવે ફહમાન ખાન અને તેજસ્વી પ્રકાશનું નામ સામે આવી રહ્યું છે.

YRKKH leap will fahmaan khan and tejaswi prakash replace harshad chopra and pranali rathod

YRKKH leap will fahmaan khan and tejaswi prakash replace harshad chopra and pranali rathod

News Continuous Bureau | Mumbai

YRKKH leap:  ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ વર્ષોથી દર્શલો નું મનોરંજન કરી રહ્યો છે. હવે મીડિયા માં એવી ચર્ચા છે કે શો માં એક લીપ આવવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષરા અને અભિમન્યુના લગ્ન પછી અભિર, અક્ષરાના ગર્ભસ્થ બાળક અને રૂહીની વાર્તા બતાવવામાં આવશે. પરંતુ, સવાલ એ થાય છે કે શોમાં લીપ ક્યારે આવશે અને લીપ પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીડ રોલ માં કોણ હશે? જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ શો આવતા મહિનાના અંત સુધીમાં એટલે કે ઓક્ટોબરમાં લીપ લેશે.

Join Our WhatsApp Community

 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ 

એવું કહેવાય છે કે મેકર્સે હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડને લિપ વિશે જાણ કરી છે જે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં થવાની ધારણા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ ત્રીજો લિપ હશે કારણ કે ક્રિએટિવ ટીમ પાસે હવે કોઈ સ્ટોરી બાકી નથી.હવે શોની નવી કાસ્ટ વિશે માહિતી આવી છે. સમાચાર છે કે ફહમાન ખાન અને તેજસ્વી પ્રકાશ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જોકે, શોની નજીકના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે આ સાચું નથી. સૂત્રએ કહ્યું, “ના, આ સાચું નથી. શોના નિર્દેશક રાજન શાહી હંમેશા તેમના શોમાં હિના ખાન, શિવાંગી જોશી અને પ્રણાલી રાઠોડ જેવા નવા ચહેરાઓને તક આપે છે. તેમની પાસે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માટે મોટી યોજના છે. પ્રોડક્શન હાઉસ ચોક્કસપણે તેજસ્વી અને ફહમાન સાથે કામ કરવાનું પસંદ કરશે. આ બંને મહાન કલાકારો છે. પરંતુ, તેઓ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જોવા મળશે નહીં. રાજન શાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ની મુખ્ય ભૂમિકામાં નવા ચહેરા ના ઓડિશન લેશે.”

આ સમાચાર પણ વાંચો: Ranbir alia shahrukh: એક જ ફ્રેમ માં જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ, જુઓ વિડીયો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કરંટ ટ્રેક 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. અક્ષરા તેના પુત્ર અભિની ખાતર અભિમન્યુ સાથે સાત ફેરા લેવા સંમત થઈ છે. જોકે, મહેંદી સેરેમની દરમિયાન અક્ષરાને ખબર પડશે કે તે અભિનવના બાળકની માતા બનવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છ વર્ષ પહેલા અભિનવે જે રીતે અભિમન્યુના પુત્રને પિતાનો પ્રેમ આપ્યો હતો. એ જ રીતે અભિમન્યુ પણ પોતાનું નામ અભિનવના બાળકને આપશે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ
Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Exit mobile version