Site icon

YRKKH: આ રીતે શહેજાદા અને પ્રતીક્ષા ને બતાવવામાં આવ્યો હતો બહાર નો રસ્તો, અરમાન ની માતા એટલેકે અભિનેત્રી શ્રુતિ એ જણાવી હકીકત

YRKKH: સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને બહાર નો રસ્તો બતાવવામાં આવ્યો છે. હવે સિરિયલ માં અરમાન ની માતા ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી શ્રુતિ એ તે દિવસે સેટ પર શું થયું હતું તે જણાવ્યું છે.

yrkkh shruti revealed rajan shahi terminated shahzada dhami and pratiksha honmukhe

yrkkh shruti revealed rajan shahi terminated shahzada dhami and pratiksha honmukhe

News Continuous Bureau | Mumbai 

YRKKH: સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ માં લિપ બાદ શહેજાદા ધામી, પ્રતીક્ષા હોનમુખે અને સમૃદ્ધિ શુકલા મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યા હતા. શો માં શહેજાદા અરમાન ની ભૂમિકામાં, પ્રતીક્ષા રુહી ની ભૂમિકામાં અને સમૃદ્ધિ અભીરા ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે શો માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને કાઢી મુકવામાં આવ્યા છે. પરંતુ તેમને કેવી રીતે કાઢવામાં આવ્યા હતા તે શો માં અરમાન ની માતા ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી શ્રુતિ એ મીડિયા ને જણાવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની ફિલ્મની કમાણીમાં બીજા દિવસે જોરદાર ઉછાળો આવ્યો, આટલું કલેક્શન કર્યું..

શ્રુતિ એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે શેહજાદા અને પ્રતીક્ષા વિશે વાત કરતા શ્રુતિ એ જણાવ્યું કે, ‘અમને કહેવામાં આવ્યું હતું કે રાજન (રાજન શાહી, નિર્માતા) બધાને મળવા અને વાત કરવા માંગે છે. જો IPL આવી રહી છે તો શોને આગળ કેવી રીતે લઈ જવો. તે પછી અમે એક જ વાત કરતા હતા.પછી રાજન શાહી એ અમને બધાને હોલમાં બોલાવ્યા. તેમને પહેલા આઈપીએલ વિશે વાત કરી કે શોને કેવી રીતે બૂસ્ટ કરવો. અચાનક તેમને કહેવાનું શરૂ કર્યું કે અમે જોઈએ છીએ કે કલાકારો કેવા છે, અમે શોધીએ છીએ, કારણ કે અમે તેમને શોમાં લઈ જવા માંગીએ છીએ, ત્યાં તેમનું વલણ કેવું છે. જેથી વાતાવરણ સારું રહે. ત્યાં સુધી અમને સમજાયું નહીં કે તેઓ શું કહેવા માંગે છે. અમને લાગ્યું કે કંઈક હશે.. અચાનક તેમને કહ્યું કે શહેજાદા, તમે સેટ છોડી શકો છો અને તમારો સમાપ્તિ પત્ર તમને આપવામાં આવશે. તમે 10 મિનિટમાં સેટ પરથી જતા રહો. તમારું કામ અહીં પૂરું થાય છે.’


શ્રુતિ એ પોતાની વાત આગળ વધારતા કહ્યું, ‘અમને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. અમે એવા હતા કે અમે કોઈની સામે જોતા પણ ન હતા. મને લાગે છે કે તે સમયે બધાને આશ્ચર્ય થયું હશે કે શું થયું. તે પછી તેમને પ્રતિક્ષાને કહ્યું કે સેટ પર તારી જરૂર નથી તો તારું કામ પૂરું થઈ જાય છે. આ રહ્યો તમારો સમાપ્તિ પત્ર. તમે 10-15 મિનિટમાં સેટ છોડી ને જઈ શકો છો. તે સમયે અમે પોતે જ વિચારતા હતા કે શું થયું. ત્યારબાદ અમે જોયું કે તેઓ ઉભા થયા અને ત્યાંથી ચાલ્યા ગયા.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version