Site icon

કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે

yrkkh upcoming twist abhimanyu gets abhir custody

કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે

News Continuous Bureau | Mumbai

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. અભિમન્યુ અને અક્ષરા વચ્ચેના ગૂંચવાયેલા સંબંધોનો ઉકેલ આવવાનો છે. બિરલા પરિવારમાં ખુશીઓ દસ્તક દેવાની છે. જ્યારે, અક્ષરા અને શર્મા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી જવાનો છે. 28 જૂનથી ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં બતાવવામાં આવનાર આ ટ્વિસ્ટ વિશે વાંચો.

 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે નવો ટ્વીસ્ટ 

મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં આ નવા ટ્વિસ્ટની જાણકારી મળી છે. પ્રોમોની શરૂઆત અક્ષરા અભિર ને તૈયારી કરી રહી છે. તેણી અભિરનો સામાન પેક કરે છે અને અભિમન્યુને સોંપે છે. અભિરને જતા જોઈને તે રડવા લાગે છે. અક્ષરાને રડતી જોઈ અભિર નારાજ થઈ જાય છે. તે કહે છે, ‘થોડા દિવસોની જ વાત છે. હું હંમેશ માટે થોડી  જાઉં છું મમ્મા.’ તેથી જ અભિનવ કહે છે, ‘માતાના પ્રેમની સામે કાયદો મોટો સાબિત થયો. હવે અભિર હંમેશા ભાઈજી સાથે રહેશે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં એકલા રહી જશે અભિનવ અને અક્ષરા 

જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અક્ષરાના મોટા અને આલીશાન ઘરને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સ્ટોરીમાં લીપ આવવાનો છે. આ લીપ સાથે અભિરનો કસ્ટડીનો કેસ પણ ખતમ થઈ જશે. કાયદો અભિની કસ્ટડી અભિમન્યુને આપશે. અભિર અભિમન્યુ પાસે જશે. બીજી તરફ, અક્ષરા તેના પતિ અભિનવ સાથે કસૌલીમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો: સરકારી નોકરી છોડી ગ્લેમર વર્લ્ડ માં પગ મુક્યો અનુપમા ની આ અભિનેત્રી એ, લાલુ પ્રસાદ યાદવે અપાવી હતી જોબ, જાણો તે અભિનેત્રી વિશે

Exit mobile version