ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
બૉલીવુડના પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે આજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે, જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.
યુસુફના મૃત્યુની માહિતી, તેના જમાઈ અને નિર્દેશક હંસલ મહેતાએ સો. મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને આપી છે.
ઉલ્લેખનીય છે કે હંસલ મહેતાના લગ્ન યુસુફ હુસૈનની પુત્રી સફીના હુસૈન સાથે થયા છે. યુસુફ હુસૈને ‘ક્રેઝી કુક્કડ ફેમિલી’, ‘વિવાહ’, ‘ધૂમ 2’, ‘દિલ ચાહતા હૈ’ અને ‘રઈસ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
ટીમ ઇન્ડિયાએ મેચ પહેલા ટ્રેનિંગ સેશન કર્યું રદ્દ, કારણ જાણી ચોંકી જશો; જાણો શું છે સમગ્ર મામલો