Site icon

Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ

Zareen Khan Funeral: જાયદ ખાનના હાથમાં માટલું અને ચંદન જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, ઝરીન ખાનના અંતિમ સંસ્કારની રીત પર સોશિયલ મીડિયા પર ચર્ચા

Zareen Khan Funeral Sparks Confusion Over Rituals: Why Was It Performed as per Hindu Customs?

Zareen Khan Funeral Sparks Confusion Over Rituals: Why Was It Performed as per Hindu Customs?

News Continuous Bureau | Mumbai

Zareen Khan Funeral: બોલીવૂડના દિગ્ગ્જ અભિનેતા સંજય ખાનની પત્ની અને જાયદ ખાન તથા સુઝેન ખાનની માતા ઝરીન ખાન નું તાજેતરમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને 81 વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કારની તસવીરો અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ઝાયેદ ખાન  ના હાથમાં માટલું, કપાળ પર ચંદન અને ગળામાં જનેઉ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન

અંતિમ સંસ્કાર કેમ થયા હિંદુ રીતથી?

ઝરીન ખાન મુસ્લિમ પતિ સંજય ખાનની પત્ની હતી, પરંતુ તે પારસી સમુદાયમાંથી આવતી હતી. સંજય ખાન નો પરિવાર વર્ષોથી હિંદુ અને મુસ્લિમ બંને રિવાજોને માનતો આવ્યો છે. તેથી ઝરીન ના અંતિમ સંસ્કાર માટે હિંદુ સ્મશાન અને પંડિતજીની ઉપસ્થિતિ જોવા મળી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપ પર લોકોના વિવિધ પ્રતિસાદ આવ્યા. કોઈએ પૂછ્યું, “શું ઝરીન ખાન હિંદુ હતી?” તો કોઈએ લખ્યું, “મુસ્લિમ હોય તો જનેઉ કેમ?” એક યુઝરે જવાબ આપ્યો, “હોઈ શકે કે આ તેમની વ્યક્તિગત પસંદગી હોય.” ઘણા લોકોએ આને પર્સનલ ચોઈસ ગણાવી અને આદર દર્શાવ્યો.


ઝરીન ખાન બોલીવૂડના જાણીતા પરિવારનો ભાગ હતી. તેમના પુત્ર જાયદ ખાન અભિનેતા છે અને પુત્રી સુઝેન ખાન રિતિક રોશનની પૂર્વ પત્ની છે. ઝરીન ના અવસાન પર રિતિક, સબા, અને અન્ય સેલિબ્રિટીઓએ શ્રદ્ધાંજલિ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version