Site icon News Continuous Bureau | Mumbai

Zayed Khan Interview: બોલિવૂડ ની આ સુંદરી નો એટલો મોટો ફેન હતો ઝાયેદ ખાન કે લોકર માં રાખ્યો હતો તેનો ફોટો,એક્ટ્રેસ સાથે કરી ચુક્યો છે કામ

Zayed Khan Interview: ઝાયેદ ખાને તાજતેર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ઐશ્વર્યા ની સુંદરતા અને તેના કામ ના વખાણ કર્યા હતા.

Zayed Khan reveals he kept Aishwarya Rai photo in his locker

Zayed Khan reveals he kept Aishwarya Rai photo in his locker

News Continuous Bureau | Mumbai

Zayed Khan Interview: બોલિવૂડ એક્ટર ઝાયેદ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે ઐશ્વર્યા રાય બચ્ચન નો મોટો ફેન હતો. તેણે કહ્યું કે જ્યારે ઐશ્વર્યા મિસ વર્લ્ડ (Miss World) બની, ત્યારે તેણે તેનો ફોટો પોતાના લોકર રૂમમાં રાખ્યો હતો. ઝાયેદ એ ઐશ્વર્યા સાથે ફિલ્મ ‘શબ્દ’ માં કામ કર્યું હતું, જેમાં સંજય દત્ત પણ હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Premiere: સિતારે જમીન પર નું પ્રીમિયર બનશે ખાસ, બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ આપી શકે છે હાજરી

ઝાયેદ એ ઐશ્વર્યા સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

ઝાયેદ એ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “ઐશ્વર્યા કેટલી પ્રોફેશનલ છે અને કેટલી સુંદર છે. હું તેમનો ફેન હતો. જ્યારે મને ખબર પડી કે તેઓ ફિલ્મમાં છે, ત્યારે મેં તરત કહ્યું – હા, કહો ક્યાં સાઇન કરવું છે.” તેણે ઉમેર્યું કે ઐશ્વર્યા સાથે કામ કરવું એક સુંદર અનુભવ હતો.ઝાયેદ એ કહ્યું કે ઐશ્વર્યા સમયસર શૂટિંગ પર આવતી હતી અને રિહર્સલ માટે પણ આગળ આવતી હતી. “ઘણા એક્ટર્સ શૂટિંગમાં સમય લે છે અથવા ડ્રામા કરે છે, પણ ઐશ્વર્યા ખૂબ કૂલ છે. જ્યારે તેમણે કહ્યું કે ‘હાય, રિહર્સલ કરવી છે?’ ત્યારે હું વિચારતો રહ્યો – યાર, કેટલી કૂલ છે!” ઝાયેદ એ ઐશ્વર્યાને “નેચરલ ફિલ્ટર” (Natural Filter) પણ કહી.


ફિલ્મ ‘શબ્દ’ એક સાઇકોલોજિકલ થ્રિલર હતી જેમાં લવ ટ્રાયએંગલ બતાવવામાં આવ્યો હતો. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી, પણ ઐશ્વર્યા અને ઝાયેદ ની કેમિસ્ટ્રી અને અભિનયની પ્રશંસા થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version