ZNMD 2: બેગ પેક કરી લો! ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ પર સત્તાવાર મહોર: જોયા અખ્તરે સ્ક્રિપ્ટ કરી લોક, ફરી જોવા મળશે ઋતિક-ફરહાન-અભયનો મેજિક

ZNMD 2: ૧૫ વર્ષ બાદ કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ બનશે, પાત્રોના જીવનમાં આવેલા ફેરફારો અને નવી સફર પર આધારિત હશે આ ફિલ્મની વાર્તા.

by Zalak Parikh
Zindagi Na Milegi Dobara 2: Zoya Akhtar Locks Script Draft; Original Trio Hrithik, Farhan, and Abhay Likely to Reunite

News Continuous Bureau | Mumbai

ZNMD 2: જોયા અખ્તરના ડિરેક્શનમાં બનેલી વર્ષ ૨૦૧૧ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’   તેની સિક્વલને લઈને લાંબા સમયથી ચર્ચામાં હતી. હવે ૧૫ વર્ષ બાદ આ ફિલ્મના ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. અહેવાલો મુજબ, જોયા અખ્તરે ફિલ્મની સિક્વલ માટે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ ફાઈનલ કરી લીધો છે. આ અપડેટ સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Usha Uthup Rambha Ho: રીમેક કલ્ચર પર ઉષા ઉત્થુપનું દિલ જીતી લે તેવું નિવેદન: ‘ધુરંધર’માં ‘રંભા હો’ના નવા વર્ઝન પર કહી આવી વાત

ઓરિજિનલ ત્રિપુટીની વાપસી માટે વાતચીત શરૂ

રિપોર્ટ અનુસાર, ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ માં ફરી એકવાર અર્જુન (ઋતિક રોશન), ઈમરાન (ફરહાન અખ્તર) અને કબીર (અભય દેઓલ) ની મસ્તી જોવા મળી શકે છે. જોયા અખ્તર આ ત્રણેય કલાકારોને ફરીથી સાથે લાવવા માટે ઉત્સુક છે અને તેમની સાથે આ બાબતે પ્રાથમિક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર રહ્યું, તો બોલીવુડની આ ફેવરિટ મિત્રોની ટોળકી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવશે.


સૂત્રોના જણાવ્યા મુજબ, જોયા અખ્તરે નક્કી કર્યું હતું કે તેઓ સિક્વલ ત્યારે જ બનાવશે જ્યારે તેમની પાસે કંઈક નવું કહેવા માટે હશે. આ ફિલ્મ માત્ર જૂની યાદોને તાજી કરવા માટે નહીં હોય, પરંતુ તે આ ત્રણેય પાત્રોના જીવનમાં વીતેલા સમયની સાથે આવેલા બદલાવ અને નવી પરિસ્થિતિઓને દર્શાવશે. સ્ક્રિપ્ટના ડ્રાફ્ટથી જોયા પોતે ખૂબ જ સંતુષ્ટ છે, જેનો અર્થ છે કે વાર્તા અત્યંત મજબૂત હશે.મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More