News Continuous Bureau | Mumbai
Nirmala Sitharaman: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ‘અમૃત કાળ’ ( Amrit kaal ) માટે વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 ( Budget 2024 ) રજૂ કરતી વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, “સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો ( MSME )ની વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સમયસર અને પર્યાપ્ત નાણાકીય બાબતો ( Financial matters ) , પ્રસ્તુત ટેકનોલોજી અને યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવી એ અમારી સરકાર માટે મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રાથમિકતા છે. તેમના વિકાસને સરળ બનાવવા માટે નિયમનકારી વાતાવરણને દિશામાન કરવું એ આ નીતિ મિશ્રણનું એક મહત્વપૂર્ણ તત્વ હશે.”
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “‘પંચામૃત’ના લક્ષ્યાંકો સાથે સુસંગત રહીને અમારી સરકાર ઉચ્ચ અને વધારે સંસાધન-કાર્યક્ષમ આર્થિક વૃદ્ધિને ( economic growth ) જાળવી રાખવાની સુવિધા આપશે.”એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઉપલબ્ધતા, સુલભતા અને વાજબીપણાની દ્રષ્ટિએ ઊર્જા સુરક્ષાની દિશામાં કામ કરશે.

Finance Minister Nirmala Sitharaman presents strategy for ‘Amrit Kaal’, will create opportunities for all..
શ્રીમતી સીતારામને નોંધ્યું હતું કે, ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને સરકાર આગામી પેઢીમાં સુધારા હાથ ધરશે તથા અસરકારક અમલીકરણ માટે રાજ્યો અને હિતધારકો સાથે સર્વસંમતિનું નિર્માણ કરશે.
આ સમાચાર પણ વાંચો : Puja in Gyanwapi: જ્ઞાનવાપીમાં પૂજા રોકવા માટે મુસ્લિમ પક્ષ પહોંચ્યો અલ્હાબાદ હાઈકોર્ટ, નીચલી કોર્ટ પાસે કરી આ માંગ.
તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર એવી આર્થિક નીતિઓ અપનાવશે જે વૃદ્ધિને પ્રોત્સાહન અને ટકાવી રાખશે, સર્વસમાવેશક અને સ્થાયી વિકાસને સુલભ કરશે, ઉત્પાદકતામાં સુધારો કરશે, તમામ માટે તકોનું સર્જન કરશે, તેમની ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે અને ઊર્જા રોકાણમાં ( Energy investment ) સંસાધનોનાં સર્જનમાં પ્રદાન કરશે અને આકાંક્ષાઓ પૂર્ણ કરશે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રોકાણની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરકાર કદ, ક્ષમતા, કૌશલ્ય અને નિયમનકારી માળખાની દ્રષ્ટિએ નાણાકીય ક્ષેત્રને તૈયાર કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.