News Continuous Bureau | Mumbai
Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister) આજે સતત સાતમી વખત દેશનું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરી છે. મોદી સરકારે બજેટ 2024 ભાષણમાં બિહાર માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ યોજનાઓ “પૂર્વોદય” નામની મોટી યોજનાનો એક ભાગ છે, જે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના પૂર્વ રાજ્યોના સર્વાંગી વિકાસને આવરી લે છે.
Union Budget 2024: બિહાર માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ બિહારને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે બિહારમાં રોડ, વીજળી અને રેલવેનું નેટવર્ક બિછાવવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં નવી મેડિકલ કોલેજ અને એરપોર્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ વૈશાલી-બોધગયા એક્સપ્રેસવે, પટના-પૂર્ણિયા એક્સપ્રેસવેને લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ગંગા પર બે નવા પુલ પણ બનાવશે.
નાણામંત્રીએ કહ્યું કે બિહારમાં વિકાસ કાર્યો માટે 26 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહારમાં પૂરની આફત માટે 11 હજાર 500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે પીરપેઈન્ટીમાં 2400 મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. 21,400 કરોડનો ખર્ચ થશે.
Union Budget 2024: આંધ્રપ્રદેશને શું મળ્યું?
બિહાર ઉપરાંત આંધ્રપ્રદેશ માટે નાણામંત્રી ના પિટારામાંથી 15 હજાર કરોડ રૂપિયા નીકળ્યા. આંધ્રપ્રદેશને વિશેષ આર્થિક મદદ આપવામાં આવશે. આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના નિર્માણ માટે બજેટ 2024માં 15,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આંધ્રપ્રદેશના ભંડોળની જરૂરિયાતને સમજીને સરકાર વિવિધ વિકાસ એજન્સીઓ દ્વારા મદદ કરશે. 15 હજાર કરોડ આપવામાં આવશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ પુનઃનિર્માણ કાયદા હેઠળ રાજ્યને વધારાની રકમ પણ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાઈ મહત્વની જાહેરાતો; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું
Union Budget 2024: પોલાવરમ પ્રોજેક્ટ માટે આંધ્રપ્રદેશને મદદ મળશે
નાણાપ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને ધિરાણ અને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. પોલાવરમ પ્રોજેક્ટથી આંધ્રપ્રદેશના ખેડૂતોને ફાયદો થશે.
Union Budget 2024: બિહાર-આંધ્ર સાથે અન્ય રાજ્યોને શું મળ્યું?
કેન્દ્ર સરકાર બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ‘પૂર્વોદય’ યોજના લાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પૂર્વીય ક્ષેત્રમાં વિકાસ માટે ઔદ્યોગિક કોરિડોરને સમર્થન આપશે. આ સિવાય સરકાર દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને સીધા જ ઈ-વાઉચર આપશે, જેમાં લોનની રકમ પર ત્રણ ટકા વ્યાજ સબસિડી પણ સામેલ હશે.