ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને 10 વિકેટથી ભારત સામે ઐતિહાસિક જીત મેળવી હતી.
29 વર્ષ બાદ ભારત સામે મળેલી આ જીતનો જશ્ન મનાવવા માટે હજારોની સંખ્યામાં પાકિસ્તાનીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હવામાં ફાયરિંગ કરીને ખુશી વ્યક્ત કરી હતી. એકલા કરાચીમાં જ અલગ અલગ જગ્યાએ હવાઈ ફાયરિંગની ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે.
કરાચીના ઓરંગી ટાઉન, ન્યૂ કરાચી સહિતના વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ડાન્સ કરી અને આતશબાજી કરી જીતનો જશ્ન મનાવ્યો હતો.
એટલું જ નહીં, ભાન ભૂલેલાં પાકિસ્તાનીઓએ હવામાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર તત્વોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આર્યન ખાન કેસમાં મોટો વળાંક, પાર્ટીમાં રેડ પાડનાર NCB અધિકારી જ હવે મુશ્કેલીઓમાં; થશે આ કાર્યવાહી