Site icon

અફઘાનિસ્તાનમાં વાયુસેનાનાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા.. 15 સૈનિકોનાં મોત.. વાંચો વધુ વિગત..

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓક્ટોબર 2020

અફઘાનિસ્તાનમાં વાયુસેનાનાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં જ ભીષણ ટક્કર થઈ ગઈ, જેનાં કારણે 15 સૈનિકોનાં મોત નિપજ્યા છે. સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે, હવામાં અકસ્માતની આ ઘટના મંગળવારની રાત્રે દક્ષિણ હેલમંદ વિસ્તારના નાવા જિલ્લામાં થઈ હતી. આ હેલિકોપ્ટર કમાન્ડોને ઉતારીને ઈજાગ્રસ્ત સૈનિકોને લઈને પરત જઈ રહ્યા હતા.

અફઘાનિસ્તાન ન્યુઝ એજન્સી પ્રમાણે, નાવા જિલ્લામાં એક ઓપરેશનમાં આ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને લઈ જવા માટે તથા વધારે સહાયતા પહોંચાડવા માટે બીજા  હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ બંને હેલિકોપ્ટર સામસામે ટકરાયા. જેમાં અત્યાર સુધીમા 8 સૈનિકોનાં મોત નિપજ્યા છે. જો કે, કેટલાં સૈનિકોનાં મોત નિપજ્યા છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ આ દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પણ સરકારી અધિકારીએ નાવા જિલ્લામાં થયેલ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. પણ તે અંગે વધારે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અમુક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Imran Khan Death: પાક રાજકારણ: ઇમરાન ખાનના મૃત્યુના સમાચારો પર મોટો ખુલાસો, જાણો જેલના સૂત્રોએ શું માહિતી આપી?
Donald Trump: લીક થયેલો કોલ: ટ્રમ્પની કઈ ખાસિયત પર થઈ ચર્ચા? અમેરિકન રાજકારણમાં નવો વિવાદ.
S-400 Air Defense: ભારતની આકાશ રક્ષા મજબૂત થશે, રશિયા પાસેથી S-400 અને Su-57 પર મોટો નિર્ણય.
Hong Kong fire: હૃદયદ્રાવક ઘટના: હોંગકોંગના અગ્નિકાંડમાં ૪૪નાં મોત, ૨૭૯ ગુમ; પોલીસે ૩ લોકોની ધરપકડ કરી.
Exit mobile version