Site icon News Continuous Bureau | Mumbai

Middle East War Day 6: અમેરિકાએ ડુબાડ્યું ઈરાની યુદ્ધજહાજ, ઈઝરાયેલ પર મિસાઈલ વર્ષા; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ, જાણો લેટેસ્ટ અપડેટ.

Middle East War Day 6: મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી, અમેરિકા અને ઈઝરાયેલનો લક્ષ્ય ઈરાનની સરકાર ઉખેડી ફેંકવાનો, અત્યાર સુધીમાં 1000થી વધુના મોત.

Middle East War Day 6 Iran Launches Fresh Missile Strikes on Israel; US Submarine Sinks Iranian Warship.

Middle East War Day 6 Iran Launches Fresh Missile Strikes on Israel; US Submarine Sinks Iranian Warship.

News Continuous Bureau | Mumbai

Middle East War Day 6: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને સ્થિતિ સતત ભયાનક બની રહી છે. ગુરુવારની વહેલી સવારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલાઓ અમેરિકી પનડુબ્બી દ્વારા ઈરાની યુદ્ધજહાજને ડુબાડ્યા બાદ કરવામાં આવ્યા છે. ઈરાને ધમકી આપી છે કે તેઓ આખા વિસ્તારની સૈન્ય અને આર્થિક સુવિધાઓને તબાહ કરી નાખશે. બીજી તરફ, ઈઝરાયેલી સેનાએ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર નવા હુમલા શરૂ કરી દીધા છે.

Join Our WhatsApp Channel

અમેરિકા અને ઈઝરાયેલનો આક્રમક પ્લાન

શનિવારથી શરૂ થયેલા આ જંગમાં અમેરિકા (USA) અને ઈઝરાયેલનો મુખ્ય લક્ષ્ય ઈરાનનું નેતૃત્વ, મિસાઈલ સ્ટોક અને તેમના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સેનાના વખાણ કરતા જણાવ્યું છે કે યુદ્ધના મોરચે અમે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. બંને દેશોનું હવે એક જ લક્ષ્ય છે કે ઈરાનની વર્તમાન સરકારને ઉખેડી ફેંકવી. અમેરિકી સેનેટના રિપબ્લિકન સભ્યોએ પણ ટ્રમ્પને સમર્થન આપતા યુદ્ધ રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો

જાન-માલનું ભારે નુકસાન અને વૈશ્વિક અસર

આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે લેબનાનમાં ૭૦ અને ઈઝરાયેલમાં એક ડઝન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાને માત્ર ઈઝરાયેલ જ નહીં પરંતુ બહેરીન અને કુવેત પર પણ હુમલા કર્યા છે. નાટો (NATO) ના ડિફેન્સ સિસ્ટમે તુર્કીમાં ઘૂસી રહેલી એક ઈરાની બેલેસ્ટિક મિસાઈલને હવામાં જ તોડી પાડી હતી. આ યુદ્ધને કારણે દુનિયામાં તેલ અને ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે અને લાખો મુસાફરો મધ્ય પૂર્વમાં ફસાયેલા છે.

હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ ડૂબ્યું

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે પુષ્ટિ કરી છે કે મંગળવારે રાત્રે હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીનના ટોર્પીડો થી એક ઈરાની યુદ્ધજહાજ ડૂબી ગયું હતું. આ ઘટનામાં ૮૭ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ૩૨ લોકોને બચાવી લેવાયા છે. આ સિવાય ઈઝરાયેલે ઈરાનની ‘બસિજ ફોર્સ’ સાથે જોડાયેલી ઈમારતોને પણ નિશાન બનાવી છે. યુદ્ધની આ લાંબી ખેંચાતી પ્રક્રિયાથી સમગ્ર વિશ્વમાં આર્થિક અને સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.

 

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Exit mobile version