Site icon

વાહ! આ દેશની સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના 18 લોકો ચૂંટાયા. આ ભારતીયવંશી નેતા બનશે કિંગમેકર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

કેનેડાની સંસદીય ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં વડાપ્રધાન જસ્ટિન ટૂડોની લિબરલ પાર્ટી જીતી ગઈ છે. 338 બેઠકવાળી સદનમાં બહુમત માટે જરૂરી 170 સીટમાં તેમને 14 સીટ ઓછી મળી છે. એવામાં આ વખતે ફરી ભારતીય મૂળના જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી કિંગમેકર બની છે. તેમની પાર્ટીની સીટ 24થી વધીને 25 થઈ ગઈ છે.  અહીં ઉલ્લેખનીય છે કે તેઓ પહેલાથી જ ટૂડો સરકારમાં મંત્રી હતા.  ભારતીય મૂળના કુલ 18 ઈંડો-કેનેડિયન આ ચૂંટણીમાં જીતી ગયા છે.

જગમીત સિંહ 38 ટકા વોટ સાથે બર્નાબી સાઉથથી ફરી ચૂંટાયા છે.  પરંતુ તેમનું ધ્યાન તેમના નેતૃત્વવાળી પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે વધુ આગળ લાવવામાં પર રહ્યું હોવાનું કહેવાય છે. કારણકે 2019માં તેમની પાર્ટીને 15.98 ટકા વોટ મળ્યા હતા, જે આ વખતે વધીને 17.7 ટકા થઈ ગયા છે. મતની ટકાવારી વધી ગઈ છે. પરંતુ છેલ્લી ટર્મ કરતા આ ચૂંટણીમાં તેમની પાર્ટીને ફક્ત એક જ વધારાની સીટ મળી છે.

ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, આટલા લોકોની થઇ ધરપકડ; જાણો વિગતે

આ ચૂંટણીમાં ભારતીય મૂળના 18 લોકો જીતી ગયા છે. હાલમાં જ બરખાસ્ત થયેલી કેબિનેટમાં રહેલા ત્રણ ભારતીય કેનેડિયન નેતા આ વખતે પણ જીત હાસિલ કરવામાં સફળ રહ્યા છે. કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન લગભગ 49 ટકા વોટર્ સાથે વૈંકૂવર દક્ષિણથી ફરી ચૂંટાયા છે.  એ સિવાય હાઈ પ્રોફાઈલ મિનિસ્ટર અનિતા આનંદ પણ ઓકવિલે, ઓન્ટેરિયોથી પોતાની સીટ પર ફરી જીતવામાં સફળ રહ્યા હતા. યુવા મંત્રી બર્દિશ ચાગર પણ જીતી ગયા છે.

H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
US Work Permit: યુએસએ ફરી આપ્યો આંચકો, પ્રવાસીઓના વર્ક પરમિટને લઈને કર્યો આવો ફેરફાર, ભારતીયો પર પણ થશે અસર
Exit mobile version