News Continuous Bureau | Mumbai
અમેરિકાથી એક મોટા સમાચાર છે. પશ્ચિમ ટેક્સાસના એક ડેરી ફાર્મમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 18 હજાર ગાયોના મોત થયા છે. તેમજ ફાર્મના એક કર્મચારીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી અને હાલ તેની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 2013માં પણ આવો જ એક અકસ્માત અમેરિકામાં થયો હતો. જે બાદ આ અકસ્માત સૌથી મોટો હોવાનું કહેવાય છે.
ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં વિસ્ફોટ એટલો ગંભીર હતો કે લગભગ એક કલાક સુધી આ વિસ્તાર ધુમાડાથી ઘેરાયેલો રહ્યો. આ આગના કારણે ડેરી ફાર્મ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. પશુધનનું પણ મોટું નુકસાન થયું છે. પરંતુ ડેરી ફાર્મના માલિકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ સમાચાર પણ વાંચો : ‘વંદે ભારત’ પછી ‘વંદે મેટ્રો’ની તૈયારી; આ ટ્રેન ડિસેમ્બરમાં સેવામાં આવે તેવી શક્યતા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગાયોને દૂધ આપવા માટે એક ગૌશાળામાં બાંધવામાં આવી હતી. વિસ્ફોટ બરાબર એ જ સમયે થયો હતો. આ આગમાં મૃત્યુ પામેલી ગાયોની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 1 લાખ 63 હજાર રૂપિયા હતી. ટેક્સાસ ડેરીના 2021ના વાર્ષિક અહેવાલ મુજબ, ફાર્મમાં લગભગ 30,000 ગાયો છે. ડેરી ફાર્મમાં સિસ્ટમની ખામીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા તપાસવામાં આવી રહી છે અને આગનું મૂળ કારણ શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.