Site icon

આર્મેનિયા અને અઝરબૈજાનનું યુદ્ધ સમાપ્ત.. એક મહિનાના યુદ્ધમાં 5 હજાર લોકો માર્યા ગયા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

26 ઓક્ટોબર 2020

આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઇ 29 દિવસ ચાલી. છેવટે બંને દેશો  26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા હતા. યુ.એસ.ની પહેલ પર, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધવિરામ થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. 

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વના નકશામાં આર્મેનિયા અને અઝરબૈજાન બે ખૂબ નાના દેશો છે, પરંતુ તેમની વચ્ચે, નાગોર્નો કારાબખને લઈને લગભગ એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધમાં બંને તરફથી આશરે 5000 લોકો માર્યા ગયા છે. આને કારણે, દરેકની નજર આ બંને દેશો પર છે.

આ પહેલા આર્મેનિયા અને અઝરબૈજાને એકબીજા પર શાંતિપૂર્ણ સમાધાનમાં અવરોધો મૂકવાનો આરોપ મૂક્યો હતો. આર્મેનિયાએ આઝેરી સૈન્ય પર નાગરિક વિસ્તારોમાં બોમ્બ મારો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, અઝરબૈજિને આ આરોપને નકારી કાઠયો અને કહ્યું કે તે યુદ્ધવિરામનો અમલ કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા આર્મેનિયન સૈન્યે યુદ્ધનું મેદાન છોડવું પડશે.

રશિયન મધ્યસ્થી દ્વારા આ યુદ્ધમાં આગાઉ બે યુદ્ધવિરામના પ્રયાસો થયા છે, પરંતુ બંને યુદ્ધવિરામ ટકી શક્યા નહીં અને લડત ફરી શરૂ થઈ હતી. હવે એ જોવું રહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામનો સમયગાળો કેટલા દિવસોનો રહે છે. શું આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિના માર્ગ પર પાછા આવશે અથવા થોડા દિવસો પછી બંને દેશો ફરી યુદ્ધના મેદાનમાં સામસામે જોવા મળશે..

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version