News Continuous Bureau | Mumbai
દુનિયાના ચાર દેશોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો.
સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ છે.
ઈરાનના દક્ષિણી ભાગમાં ભૂકંપના કારણે લગભગ 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે.
સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.
