News Continuous Bureau | Mumbai
અમેરિકામાં કામ કરી રહેલા સોફ્ટવેર એન્જિનિયર ( Software Engineers ) ના માથે મોટી ઘાત આવી છે. વાત એમ છે કે ( US ) અમેરિકાની સોફ્ટવેર કંપનીઓએ મોટા પાયે સોફ્ટવેર એન્જિનિયર અને નોકરીમાંથી કાઢ્યા છે. નોકરીમાંથી કાઢવામાં આવેલા કુલ લોકો પૈકી આશરે 40% લોકો ભારતીય છે.
આ તમામ લોકો અમેરિકાના એચ વન વિઝા પર એટલે કે કામ કરવાના વિઝા પર ગયા હતા. હવે તેમની પાસે નોકરી ઉપલબ્ધ ન રહેતા તેમને જણાવી દેવાયું છે કે અમેરિકાના કાયદા અનુસાર 60 દિવસની અંદર તેઓ નવી નોકરી શોધી લે અથવા તેઓએ અમેરિકા છોડી દેવું પડશે.
આ પરિસ્થિતિ સર્જાવાને કારણે અનેક ભારતીય પ્રોફેશનલ ચિંતામાં મુકાયા છે. આટલું જ નહીં અનેક લોકોને એ વાતની ચિંતા થઈ રહી છે કે ભારત પાછા આવ્યા પછી તેમની પ્રોફેશનલ કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે. આ સંદર્ભે અનેક સ્થાનિક સંસ્થાઓ તેમજ એસોસિએશન ભારતીયોની મદદ કરવા માટે આગળ આવી છે. જોકે ટેકનોલોજી ની જાયન્ટ કંપનીઓએ જે રીતે લોકોને નોકરીમાંથી કાઢ્યા છે તેને કારણે ભારતીય સોફ્ટવેર એન્જિનિયર સમુદાયમાં ચિંતાનું વાતાવરણ છે.
આ સમાચાર પણ વાંચો: રેલ્વે સ્ટેશનની લિફ્ટ થી બચીને રહેજો, હવે ચાર મહિલાઓ ફસાઈ. જાણો વિગતે.